કોચ બનતા શાસ્ત્રીનું મોટુ નિવેદન, જણાવ્યો ટીમ ઈન્ડિયાનો આ પ્લાન
રવિ શાસ્ત્રીએ કોચ બનતા જ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટુ નિવેદન આપ્યું છે. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી20 વિશ્વકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (CaC) દ્વારા આ હાઈ પ્રોફાઇલ પદ પર એકવાર ફરીથી નિયુક્તિ કરાયા બાદ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. 57 વર્ષીય શાસ્ત્રી ટી-20 વિશ્વ કપ 2011 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે. રવિ શાસ્ત્રીએ કોચ બનતા જ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટુ નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય માટે પોતાની યોજનાનો ખુલાસો કરતા કહ્યું, 'હું તે માટે કોચ બન્યો કારણ કે મને આ ટીમ પર વિશ્વાસ હતો.'
શાસ્ત્રીએ કહ્યું, 'મને વિશ્વાસ હતો કે આ ટીમ ઈન્ડિયા એક એવો વારસો છોડી શકે છે, જે ખુબ ઓછી ટીમ છોડી શકી છે. આ એવો વારસો છે જેનો આવનારા દાયકામાં પણ ટીમ પીછો કરશે.' આ સિવાય ટીમ ઈન્ડિયાના બીજીવાર હેડ કોચ બનવા પર રવિ શાસ્ત્રીએ કપિલ દેવની સમિતિનો આભાર વ્યક્ત કર્યો છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું, 'હું સૌથી પહેલા કપિલ દેવ, શાંતા અને અશુંમાનનો મારા પર 26 મહિના સુધી અને વધુ કામ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કરવા માટે આભાર માનુ છું. મારા માટે આ ટીમનો ભાગ બનવું સન્માનની વાત છે.' મહત્વનું છે કે શાસ્ત્રીનો નવો કાર્યકાળ ટી20 વિશ્વકપ 2021 સુધી ચાલશે. શાસ્ત્રીની સામે હવે ચાર પડકાર છે, જેનો પાર પાડવા પળશે.
An honour & privilege to be retained as coach: Ravi Shastri https://t.co/jjdkmloUrm
— Tarun Singh Verma (@TarunSinghVerm1) August 17, 2019
શાસ્ત્રીની સામે 4 પડકાર
2020 ટી20 વિશ્વકપનું ટાઇટલ જીતવું
2021 ટી20 વિશ્વકપમાં ટીમને ચેમ્પિયન બનાવવી
2021મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને વિજય અપાવવો
2021મા જ વર્લ્ડ વનડે ચેમ્પિયનશિપમાં ટીમને ચેમ્પિયન બનાવવી
જુલાઈ 2017મા કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ 21 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 13મા વિજય શયો છે. જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતને 36માથી 25 જીત મળી છે. તો વનડેમાં શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ કુલ 43 જીત મેળવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે