Virat Kohli gets vaccinated for Covid-19 : ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા વિરાટ કોહલી અને ઈશાંત શર્માએ લીધી કોરોના વેક્સિન
32 વર્ષીય કોહલીએ કોરોના રસી લગાવ્યા બાદ લોકોને અપીલ કરી છે કે લોકો જલદી વેક્સિન લેવાનો પ્રયાસ કરે અને સુરક્ષિત રહે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli gets vaccinated for Covid-19) એ કોરોના વેક્સિન (Covid-19 Vaccine) નો પ્રથમ ડોઝ સોમવારે લીધો છે. કોહલીએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. વિરાટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેતો ફોટો શેર કર્યો છે.
કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડના પ્રવાસ પર રવાના થશે જ્યાં તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા યજમાન ટીમની સાથે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે.
32 વર્ષીય કોહલીએ કોરોના રસી લગાવ્યા બાદ લોકોને અપીલ કરી છે કે લોકો જલદી વેક્સિન લેવાનો પ્રયાસ કરે અને સુરક્ષિત રહે. ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ પણ સોમવારે રસી લીધી છે. ઈશાંતે પત્ની પ્રતિમા સિંહની સાથે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે.
ઈશાંત પત્ની સાથે પહોંચ્યો વેક્સિનેશન સેન્ટર
ઈશાંતે ફ્રંટલાઇન વોરિયર્સનો આભાર માન્યો. આ પહેલા ટીમના સીનિયર ખેલાડી ઉમેશ યાદવ અને બેટ્સમેન શિખર ધવને પણ સોશિયલ મીડિયા પર વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની જાણકારી આપી હતી.
રહાણે અને ઉમેશે શનિવારે લીધી હતી વેક્સિન
ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજ્કિંય રહાણે અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવે શનિવારે કહ્યુ કે, તેણે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. 32 વર્ષીય રહાણે અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ ટૂંક સમયમાં ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે