વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલમાં 'તકરાર', મેક્સીએ કહ્યું- તેની સાથે બેટિંગ ન કરી શકુ

ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યા બાદ ગ્લેન મેક્સવેલ અને વિરાટ કોહલી વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી છે. રનઆઉટ થયા બાદ મેક્સવેલે કહ્યું કે, વિરાટ સાથે બેટિંગ ન કરી શકું. 

વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલમાં 'તકરાર', મેક્સીએ કહ્યું- તેની સાથે બેટિંગ ન કરી શકુ

મુંબઈ઼ઃ આઈપીએલમાં સતત ત્રણ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આખરે બુધવારે જીત મળી હતી. આરસીબીએ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 13 રને જીત મેળવી હતી. આ મેચ બાદ આરસીબીના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં જીતનો જશ્ન મનાવ્યો હતો. તેનો વીડિયો રોયલ ચેલેન્જર્સ બેંગલોરની યૂટ્યૂબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ વચ્ચે ટક્કર જોવા મળી છે. મહત્વનું છે કે આ મેચમાં મેક્સવેલ માત્ર 3 રન બનાવી રનઆઉટ થયો હતો, ત્યારે તેની સાથે ક્રીઝ પર વિરાટ કોહલી હતી. 

આરસીબીના પૂર્વ કેપ્ટન કોહલીએ આ મેચમાં 33 બોલનો સામનો કરતા 30 રન બનાવ્યા હતા. મેચ બાદ મેક્સવેલે કહ્યુ- હું તારી સાથે બેટિંગ ન કરી શકું. તું ખુબ ઝડપી ભાગે છે, તું એક-બે રન લઈ લે હું નહીં. હકીકતમાં આ મજાકની શરૂઆત  વિરાટે કરી હતી. 

કોહલીએ કહ્યું- મળો આ ગેમના ઈતિહાસના સૌથી મહાન ઈજાગ્રસ્ત ખેલાડીને. બેટથી ફ્લોપ રહ્યાં બાદ મેક્સવેલે આ મેચમાં દમદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની બોલિંગથી આરસીબીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે ચાર ઓવરમાં 22 રન આપી બે વિકેટ ઝડપી હતી. મેચ બાદ કોહલીએ કહ્યું- આ સારી જીત હતી, પ્લેઓફને જોતા મહત્વની. આ ગેમના ઈતિહાસના સૌથી મહાન ઈજાગ્રસ્ત ખેલાડીએ 22 રન આપી બે વિકેટ ઝડપી. વિરાટ આ બોલતા બોલતા હસવા લાગ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news