Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ? બન્ને પર બગડ્યું BCCI
IPL 2023: મેદાન પર કોહલી અને ગંભીરની વિચિત્ર હરકતથી મચી ગયો હંગામો. સ્ટેડિયમમાં દર્શકો અને ટીવી પર કરોડો ક્રિકેટ ચાહકોએ જોયો આ ઝઘડો. આ હંગામાને કારણે ફરી એકવાર જેન્ટલમેન ગેમ કહેવાતી ક્રિકેટની રમત વિવાદમાં આવી. આ બાબલ બાદ તુરંત બીસીસીઆઈ હરકતમાં આવ્યું અને કરી દીધી મોટી કાર્યવાહી.
Trending Photos
IPL 2023 News: IPL 2023 શરૂ થયું ત્યારથી જ કોઈકને કોઈક કારણે વિવાદમાં રહ્યું છે. શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ બે ત્રણ વાર વિચિત્ર હરકતો કરી જેને કારણે ભારે ટિકા થઈ. ત્યાર બાદ હવે કોહલીનું નામ પણ ચર્ચામાં આવ્યું. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે હાલમાં જ રમાયેલી મેચમાં મેદાન પર જે હરકત કરી એ જોઈને બીસીસીઆઈ પણ બગડ્યું. ક્રિકેટને શર્મશાર કરતી આ ઘટના પર બીસીસીઆઈએ કડક એક્શન લીધાં. બીસીસીઆઈ દ્વારા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં સોમવારે મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર એકબીજા સાથે ટકરાયા હતા.
Virat Kohli vs Gautam Gambhir
BIGGEST RIVALRY IN CRICKET
FIGHT FIGHT FIGHT https://t.co/CpgMT64YNr
— Hemant (@Sportscasmm) May 1, 2023
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું, જે બાદ રમત સમાપ્ત થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે. કોહલી અને ગંભીરના એક્શનથી મેદાન પર હંગામો મચી ગયો હતો. લખનઉમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. ચર્ચા એટલી ગરમ થઈ ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફને બચાવમાં આવવું પડ્યું. મેચ પુરી થયા બાદ જ્યારે બંને ટીમો પેવેલિયન તરફ પરત ફરી રહી હતી. ત્યારે જ વિરાટની વાતચીત દરમિયાન કાયલ મેયર્સ તેને કંઈક કહેતા જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી બાદ ગૌતમ ગંભીર અને વિરાટ ફરી એકવાર તુ, તુ મેં, મૈં જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લખનૌ ટીમના અમિત મિશ્રા અને બેંગલુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ બચાવમાં આવવું પડ્યું હતું.
Gambir didn't shaken his hands with KING #ViratKohli #RCBVSLSG #gambir #LSGvsRCB #KLRahul𓃵 #viratkholi pic.twitter.com/7ZpEiB5tCS
— Mohan Tiwari (@mohan98801) May 1, 2023
બીસીસીઆઈએ તરત જ મોટી કાર્યવાહી કરી-
બીસીસીઆઈએ લખનૌ સુપર જાયન્ટ્સ અને અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટર નવીન-ઉલ-હકને પણ બક્ષ્યો નહીં. નવીન ઉલ હક મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે લડતો પણ જોવા મળ્યો હતો. BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને 100 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. તે જ સમયે, નવીન-ઉલ-હક પર IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ બાદ મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સની ઈનિંગની 17મી ઓવરમાં નવીન ઉલ હક મેદાન પર વિરાટ કોહલી સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. મેચ બાદ પણ કોહલી સાથે હાથ મિલાવતી વખતે નવીન-ઉલ-હક વિરાટ કોહલી સાથે ટકરાયા હતા. મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો વધી ગયો હતો કે ઘણા ખેલાડીઓએ દરમિયાનગીરી કરીને બચાવ કરવો પડ્યો હતો.
ગૌતમ ગંભીરે દર્શકો સામે કરી આવી હરકતઃ
તમને જણાવી દઈએ કે આ પહેલા IPLની 15મી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સે બેંગલુરુમાં RCBને હરાવ્યું હતું, ત્યારબાદ તેના હોમ ગ્રાઉન્ડ પર મેદાનમાં ઉભેલા ગૌતમ ગંભીરે દર્શકોને ચહેરા પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો. આ મેચમાં બેંગલુરુની ટીમે લખનૌને જીતવા માટે 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ જવાબમાં કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ માત્ર 108 રનમાં જ સમેટાઈ ગઈ હતી. મેચ પુરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં હાથ મિલાવતા હતા. ત્યારબાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી, અમિત મિશ્રા અને લખનૌ (એલએસજી)ના વિજય દહિયા સહિત બાકીના સપોર્ટ સ્ટાફ બચાવમાં આવ્યા અને બંનેને છૂટા પાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે