વિરાટ-અનુષ્કાએ કરોડોની કમાણી કરતી ઈન્સ્યોરન્સ કંપનીમાં કર્યું ઈન્વેસ્ટમેન્ટ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો ;ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ એક વીમા કંપનીમાં 2.5 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. તે બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપની છે. તેનું નામ છે ડિજીટલ ઈન્સ્યોરન્સ, આ કંપનીના માલિકી હક કેનેડાના અરબોપતિ વેપારી પ્રેમ વત્સની પાસે છે.
ટ્રમ્પ-મેલેનિયા એકલા નહિ હોય, દીકરી ઈવાન્કા અને જમાઈ પણ બનશે મોંઘેરા મહેમાન
ડિજીટલ ઈન્સ્યોરન્સે આ વર્ષે 8.4 કરોડ અમેરિકન ડોલરનું ફંડ એકત્ર કર્યું હતું. આ રીતે આ ત્રણ વર્ષ જૂના સ્ટાર્ટ અપની વેલ્યૂ 87 કરોડ અમેરિકન ડોલર બતાવવામાં આવી હતી. કંપનીની વેલ્યૂ જોતા વિરાટ અને અનુષ્કાએ આ વીમા કંપનીમાં રૂપિયા ઈન્વેસ્ટ કર્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાટ કોહલીએ 2 કરોડ રૂપિયા અને અનુષ્કા શર્માએ 50 લાખ રૂપિયા લગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીમાં એ-91 પાર્ટનર્સ, ફેરિંગ કેપિટલ અને ટીવીએસ કેપિટલે ઈન્વેસ્ટ કર્યું. આ ત્રણ વર્ષ જૂની કંપનીના ફંડિંગનો બીજો દિવસ હતો.
શિલ્પા શેટ્ટીના ઘરે બીજીવાર પારણું બંધાયું, નાનકડી દીકરી બની મહેમાન
વિરાટ કોહલીએ આ પહેલા સોશિયલ નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ કંપની સ્પોર્ટ કોનવોમાં ઈન્વેસ્ટ કર્યું હતું. સ્પોર્ટ કોનવો કોહલીની લંડન સ્થિત ટેકનિકલ સ્ટાર્ટઅપ કંપની છે. કોહલી ઈન્ડિયન સુપર લીગની ટીમ એફસી ગોવાનો સહમાલિક પણ છે. સ્પોર્ટ કોનવો એ સોશિયલ પ્લેટફોર્મ છે, જ્યાં ફેન્સ પોતાના પસંદગીના ખેલ વિશે ચર્ચા કરે છે. રિયાલ મૈડ્રિડ ટીમના નામી પ્લેયર ગૈરાથ બેલે પણ આ ઈન્વેસ્ટ માટે કોહલીનું સમર્થન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ગૈરાથ બેલને અનુસરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે