લો બોલો...મેચની એક જ ઈનિંગમાં 6 રનઆઉટ, આવી રીતે તો ભાઈ કોણ રમે? જુઓ Viral Video
Watch Viral Video: જરા વિચારો કે કોઈ ટીમમાં એક કે બે નહીં પરંતુ અડધા કરતા વધુ ખેલાડીઓ રનઆઉટ થાય તો પણ તે ટીમ જીતી શકે ખરી?તમને એમ થાય કે ના એવું કેવી રીતે બને? પણ જી હા...અડધા કરતા વધુ ખેલાડીઓ રનઆઉટ થયા અને છતાં પણ ટીમ જીતી ગઈ.
Trending Photos
ક્રિકેટની રમત એક એવી રમત છે જ્યાં વિકેટ ખુબ મહત્વ ધરાવે છે. આથી ખેલાડીઓ પોતાની રમતની સાથે સાથે ફિટનેસ ઉપર પણ ખુબ ધ્યાન આપે છે. ગેમમાં એક ખેલાડી પણ રનઆઉટ થાય તો રમત પલટી જતી હોય છે. આથી ખુબ ધ્યાન રાખવામાં આવે છે કે ખેલાડી રન આઉટ ન થાય. પરંતુ જરા વિચારો કે કોઈ ટીમમાં એક કે બે નહીં પરંતુ અડધા કરતા વધુ ખેલાડીઓ રનઆઉટ થાય તો પણ તે ટીમ જીતી શકે ખરી?
તમને એમ થાય કે ના એવું કેવી રીતે બને? પણ જી હા...અડધા કરતા વધુ ખેલાડીઓ રનઆઉટ થયા અને છતાં પણ ટીમ જીતી ગઈ. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છેકે એક ટીમના 6 ખેલાડીઓ રન આઉટ થયા પરંતુ આમ છતાં આ ટીમ મેચ જીતી ગઈ. આ વીડિયો યુરોપિયન ક્રિકેટ લીગનો છે. જ્યાં ટી10 ટુર્નામેન્ટમાં કેટાલુનિયા રેડ અને સોહલ હોસ્પીટલેટ વચ્ચે મેચ હતી. આ મેચમાં કેટાલુનિયા રેડે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 10 ઓવરમાં 86 રન કર્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સોહલ હોસ્પીટલેટે 6 રન આઉટ થવા છતાં 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય મેળવી લીધો અને આ મેચમાં હારજીત કરતા સૌથી વધુ સોહલ હોસ્પીટલેટની રનીંગ ચર્ચામાં રહી. જો કે તમને જણાવી દઈએ કે આ વીડિયો અત્યારનો નથી. 30 નવેમ્બર 2023નો છે.
6️⃣ runouts in an innings, new record set for dismissals 🎯 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/ft3wr3Enxr
— European Cricket (@EuropeanCricket) November 30, 2023
એક ઈનિંગમાં 6 રનઆઉટ થતા જોઈને એ જાણી શકાય છે કે ખેલાડીઓમાં કોઈ તાલમેળ નહતો. આ ટીમનું ભાગ્ય સારું રહ્યું કે અડધા કરતા વધુ ટીમખેલાડીઓ રનઆઉટ થવા છતાં તેઓ મેચ જીતી ગયા. હાલ આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ખુબ શેર કરી રહ્યા છે. આ મેચમાં હોસ્પીટલેટની ટીમને જીત ભલે મળી પરંતુ આ ટીમના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો. અને તે રેકોર્ડ થે એક જ ઈનિંગમાં સૌથી વધુ રનઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે