World Record: 'વનડે' ક્રિકેટમાં પહેલીવાર આ ટીમે ફટકાર્યા 500 રન, બની ગયો ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ
Vijay Hazare Trophy: તમિલનાડુની ટીમ 'વનડે' ક્રિકેટ એટલે 50 ઓવર્સની ક્રિકેટમાં 500 અથવા તેનાથી વધુ રન બનનાર દુનિયાની પ્રથમ ટીમ બની ગઇ હતી. આ મામલે તમિલનાડુમાં ઇગ્લેંડ ક્રિકેટ ટીમે પણ પાછળ છોડી દીધી છે. ઇગ્લેંડે આ વર્ષે જૂનમાં નેધરલેંડ વિરૂદ્ધ 50 ઓવરની ક્રિકેટમાં 498 રન બોર્ડ પર ફટકાર્યા હતા.
Trending Photos
Tamil Nadu Scores 506 Runs: ભારતમાં વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં તમિલનાડુની ટીમે 50 ઓવરમાં 506 રન ફટકારે તહેલકો મચાવી દીધો છે. સોમવારે અરૂણાચલ પ્રદેશ વિરૂદ્ધ વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટની એક મેચમાં તમિલનાડુની ટીમે પહેલી બેટીંગ કરતાં 50 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 506 રન બોર્ડ પર ફટકાર્યા છે. આ સાથે જ તમિલનાડુની ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.
'વનડે' ક્રિકેટમાં પહેલીવાર આ ટીમે ફટકાર્યા 500 રન
તમિલનાડુની ટીમ 'વનડે' ક્રિકેટ એટલે કે 50 ઓવર્સની ક્રિકેટમાં 500 અથવા તેનાથી વધુ રન બનાવનાર દુનિયાની પ્રથમ ટીમ બની ગઇ છે. આ મામલે તમિલનાડુમાં ઇગ્લેંડ ક્રિકેટ ટીમને પણ પાછળ છોડી દીધી છે. ઇગ્લેંડે આ સાથે જૂનમાં નેધરલેંડસ વિરૂદ્ધ 50 ઓવરોની ક્રિકેટમાં 498 રન બોર્ડ પર ફટરકાર્યા હતા. તમિલનાડુની ટીમે આ પ્રકારે ઇગ્લેંડને પાછળ છોડતાં 'વનડે' ક્રિકેટ (50 ઓવરની ક્રિકેટ)માં મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
બની ગયો ઇતિહાસનો સૌથી મોટો રેકોર્ડ
તમિલનાડુના ઓપનર બેટ્સમેન સાઇ સુદર્શને 102 બોલમાં 154 રન બનાવ્યા છે. તો બીજી તરફ નારાયણ જગદીશે 141 બોલમાં 277 રનની ઇનિંગ રમી હતી. તમિલનાડુના ઓપનર બેટ્સમેન સાઇ કિશોર અને નારાયણ જગદીશને મળીને પહેલી વિકેટ માટે 416 રનની ભાગીદારી કરી. તમિલનાડુના ઓપનિંગ બેટ્સમેન નારાયણ જગદીશને અરૂણાચલ પ્રદેશના બોલરોના છોતરા ઉડાવતાં 25 ચોગ્ગા અને 15 સિક્સર ફટકારી.
50 ઓવરોમાં સૌથી વધુ ટીમ સ્કોર:
1. તમિલનાડુ – 506/2
2. ઇંગ્લેંડ – 498/6
3. સરે – 496 4
4. ઇંગ્લેંડ – 481/4
5. ભારત એ – 458/4
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે