Tokyo Olympics: Manika Batra ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં પહોંચી, રોમાંચક મુકાબલામાં મેળવી જીત

ભારતની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ યૂક્રેનની મારગ્રેટ પેસોત્સકાને રોમાંચક મુકાબલામાં 4-3થી પરાજય આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 

Tokyo Olympics: Manika Batra ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં પહોંચી, રોમાંચક મુકાબલામાં મેળવી જીત

ટોક્યોઃ ભારતીય સ્ટાર મનિકા બત્રા (Manika Batra) એ શાનદાર પ્રદર્શન કરતા ટોક્યો ઓલિમ્પિકના ટેબલ ટેનિસ વીમેન્સ સિંગલ્સ ઇવેન્ટના ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. તેણે બે ગેમથી પાછળ રહ્યાં બાદ શાનદાર વાપસી કરતા યૂક્રેનની મારગ્રેટ પેસોત્સકા  (Margaryta Pesotska) ને રોમાંચક મુકાબલામાં 4-3થી પરાજય આપ્યો છે. 

મનિકાએ કરવો પડ્યો સંઘર્ષ
મનિકા બત્રાને લય હાસિલ કરવામાં થોડી મુશ્કેલી થઈ પરંતુ તે અંતમાં 57 મિનિટ સુધી ચાલેલી મેચમાં 20મી રેન્કિંગની યૂક્રેની ખેલાડીને  4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7 થી હરાવવામાં સફળ રહી હતી. જ્યારે મનિકા પાછળ હતી ત્યારે દબાવમાં હોવા છતાં તેણે લાંબી રેલીઓ રમી તથા પોતાના શોટ પર કંટ્રોલ બનાવી રાખ્યો હતો. 

શરૂઆતમાં થઈ મુશ્કેલી
મનિકાને શરૂઆતમાં લય હાસિલ કરવામાં મુશ્કેલી થઈ અને યૂક્રેની ખેલાડીએ પ્રથમ બે ગેમ પોતાના નામે કરી લીધી હતી. મનિકાની પાસે તેના ફોરહેન્ડ અને સ્મેશનો કોઈ જવાબ નહતો. મનિકા ત્રીજી ગેમની શરૂઆતમાં પાછળ ચાલી રહી હતી પરંતુ તેણે 6-6થી સ્કોર બરાબર કર્યો અને પછી ગેમ પોતાના નામે કરી હતી. 

ચોથી ગેમ રોમાંચક રહી
ચોથી ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. મનિકાએ આ ગેમમાં 6-4ની લીડ ગુમાવી અને બંને ખેલાડી બરોબરી પર આગળ વધી રહી હતી. મનિકાએ બીજા ગેમ પોઈન્ટ પર મેચને 2-2થી બરોબર કરી લીધી હતી. 

મનિકાએ કરી વાપસી
યૂક્રેનની ખેલાડીએ પાંચમી ગેમની શરૂઆતમાં લીડ મેળવી પરંતુ મનિકાએ વાપસી કરતા સ્કોર 8-8થી બરોબર કરી લીધો હતો. આ વચ્ચે તેની સ્મેશ જોવા લાયક હતી. પેસોત્સકાએ સતત ત્રણ પોઈન્ટ મેળવી મેચમાં ફરી લીડ હાસિલ કરી લીધી હતી. 

છઠ્ઠી ગેમમાં મનિકાનો જલવો
મનિકા છઠ્ઠી ગેમમાં 2-5થી પાછળ ચાલી રહી હતી પરંતુ તેણે ત્યારબાદ 9 પોઈન્ટ બનાવી સ્કોર 3-3થી બરાબર કરી દીધો હતો. નિર્ણાયક ગેમમાં મનિકાએ પોતાની રમત પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ત્યારબાદ મનિકાએ અંતિમ ગેમ પોતાના નામે કરી શાનદાર જીત મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news