Tokyo Olympics: મનિકા બત્રાએ 'કોચ વિવાદ' પર તોડ્યું મૌન, હાર પર કહી આ વાત

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ચૌથો દિવસ ઘણો નિરાશાજનક રહ્યો છે. ટેબલ ટેનિસમાં મેડલની આશા મનિકા બત્રા પણ મહિલા એકલની ત્રીજા રાઉન્ડમાં હારીને સ્પર્ધાથી બહાર થઈ ગઈ છે. મનિકાને ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવાના હાથે 8-11, 2-11, 5-11, 7-11 થી હારનો સામનો કરવો પડ્યો છે

Tokyo Olympics: મનિકા બત્રાએ 'કોચ વિવાદ' પર તોડ્યું મૌન, હાર પર કહી આ વાત

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ચૌથો દિવસ ઘણો નિરાશાજનક રહ્યો છે. ટેબલ ટેનિસમાં મેડલની આશા મનિકા બત્રા પણ મહિલા એકલની ત્રીજા રાઉન્ડમાં હારીને સ્પર્ધાથી બહાર થઈ ગઈ છે. મનિકાને ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવાના હાથે 8-11, 2-11, 5-11, 7-11 થી હારનો સામનો કરવો પડ્યો છે. મનિકા બત્રાની મિક્સ્ડ ડબલ્સમાં પડકાર પહેલા જ ખતમ થઈ ગઈ છે.

પોલકાનોવ સામે મેચમાં મનિકા બત્રાના કોચનો અભાવ જોવા મળ્યો હતો. મોનિકના પર્સનલ કોચ સન્મય પરાંજપેને તેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં આવવાની મંજૂરી ન હતી. આ વિરોધમાં તેણે રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોયની સેવાઓ લેવાનો ઇનકાર કર્યો હતો. જો કે, જ્યારે 24 જુલાઈના અચંત શરત કમલ અને મનિકા મિક્સ્ડ ડબલ્સમાં રાઉન્ડ 16 ની મેચમાં ઉતર્યા હતા, તો સોમ્યદીપ રોય કોચ કોર્નરમાં જોવા મળ્યા હતા. હવે એકલ મેચમાં હાર બાદ મોનિકાને કોચ વિવાદને લઇને પોતાનું મૌન તોડ્યું છે.

મનિકાએ કહ્યું હતું કે, દરેકને કોઈને કોઈ જોઇએ પાછળથી સપોર્ટ કરવા માટે. હું જેની સાથે રમી રહી હતી, તેની પાછળ પર કોચ હતો. ઓલિમ્પિકની આટલી મોટી ઇવેન્ટમાં આ સ્ટેજ પર માનસિક રૂપથી મજબૂત રહેવા અને સલાહ આપવા માટે કોચનું રહેવું જરૂરી હોય છે. મેં કોચને મંજૂરી આપવા માટે પહેલા અનુરોધ કર્યો હતો. હું આ માટે કોઈને દોષ આપી રહી નથી.

જો કોચ હોત તો સારૂ રહેતું. જેમ કે ભારત તરફથી માત્ર સુતીર્થાની પાસે તેમનો કોચ હતો. તે વસ્તુ ખુબ જ કામ આવે છે કે, મેચમાં તમે જઈ રહ્યા હોય અને પાછળથી કોઈ સલાહ આપી રહ્યું હોય. ઠીક છે, માનસિક રૂપથી હું મજબૂત છું અને મેં મારું બેસ્ટ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news