TOKYO OLYMPICS: અહિં વાંચો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની સંપૂર્ણ વિગતો

અત્યારસુધીમાં ભારતે ઓલ્મિપિકની 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે. ત્યારે, આ વખતેની મેડલ ટેલીમાં ભારત પોતાના મેડલની સંખ્યા વધારે તેવી પણ આશાઓ બંધાઈ છે. ભારત માટે 2012નું લંડન ઓલ્મિપિક અત્યારસુધીનું સફળ ઓલ્મિપિક રહ્યું છે. કેમ કે ભારતને તેમાં 6 મેડલ મળ્યા હતા. ત્યારે, આ વખતે ભારતના 119 ખેલાડીઓ ટોકિયો ખાતેના ઓલ્મિપિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તો અમે તમને જણાવીશું ક્યા ખેલાડીઓ કઈ રમતમાં લઈ રહ્યા છે ભાગ.

TOKYO OLYMPICS: અહિં વાંચો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની સંપૂર્ણ વિગતો

યશ કંસારા, અમદાવાદઃ ટોક્યો ઓલિમ્પિક માટે ભારતના 228 સભ્યોની ટીમ ટોક્યો ખાતે અંતિમ તૈયારીઓ કરી રહી છે. ગત રિયો ઓલિમ્પિકમાં માત્ર 2 મેડલ જીતી ચુકેલી ટીમ આ વખતે વધુ મેડલ લાવવાના પ્રયાસો કરશે. અત્યાર સુધીમાં 2012 લંડન ઓલિમ્પિક ભારત માટે સૌથી શ્રેષ્ઠ ઓલિમ્પિક રહ્યું હતું. એ ઓલિમ્પિકમાં ભારતને 6 મેડલ મળ્યા હતા. જ્યારે, ભારત 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં ભારતને છેલ્લો ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યારે, આજે અમે તમને ઓલિમ્પિકની કઈ ઈવેન્ટનમાં, કોણ ભાગ લઈ રહ્યું છે અને તેનો સંપૂર્ણ સેડ્યુલ આપી રહ્યા છે.

અત્યારસુધીમાં ભારતે ઓલ્મિપિકની 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે. ત્યારે, આ વખતેની મેડલ ટેલીમાં ભારત પોતાના મેડલની સંખ્યા વધારે તેવી પણ આશાઓ બંધાઈ છે. ભારત માટે 2012નું લંડન ઓલ્મિપિક અત્યારસુધીનું સફળ ઓલ્મિપિક રહ્યું છે. કેમ કે ભારતને તેમાં 6 મેડલ મળ્યા હતા. ત્યારે, આ વખતે ભારતના 119 ખેલાડીઓ ટોકિયો ખાતેના ઓલ્મિપિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તો અમે તમને જણાવીશું ક્યા ખેલાડીઓ કઈ રમતમાં લઈ રહ્યા છે ભાગ.

તીરંદાજીઃ
ભારતની મહિલા તીરંદાજ દિપીકા કુમારી પાસેથી મેડલની સૌથી વધુ આશા છે. 2021માં તીરંદાજીના પેરીસ ખાતે યોજાયેલા વર્લ્ડ કપમાં દિપીકાને 3 ગોલ્ડ મેડલ મળ્યા હતા. સાથે જ તે હાલ વિશ્વની નંબર 1 મહિલા તીરંદાજ પણ છે. તરૂણદીપ રાય, અતાણુ દાસ અને પ્રવિણ જાધવ પણ તીરંદાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

એથ્લેટિક્સઃ
અત્યાર સુધીના ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે એથ્લેટિક્સની ટીમ વધુ ચર્ચામાં નથી રહી. પણ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની એથ્લેટિક્સની ટીમ પાસેથી પણ મહદ અંશે મેડલની આશા છે. કેમ કે ભારત તરફથી આવ વખતે 27 એથ્લીટ્સ ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેવેલિન થ્રોના ખેલાડી નીરજી ચોપડા પાસેથી દેશને મેડલની આશા છે. નીરજ ચોપડા 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં અને એશિયન ગેમ્સમાં મેડલ મેળવી ચુક્યા છે. આ જે કેટેગરીમાં શિવપાલ સિંહ પણ છે. જ્યારે, અમોલ જેકોબ, રાજીવ અરોકીયા, મહોમ્મદ અનાસ, નાગનાથન પાંડી અને નોહા નિર્મલ ટોમ (4*400 મીટર રિલેય રેસ), અવિનાશ સાબ્લે (300 મીટર સ્ટીપલ ચેઝ), એમ. પી. જબ્બીર (400 મીટર હર્ડલ્સ), એમ શ્રીશંકર (લોન્ગ જંપ), તેજિંદર સિંહ તૂર (શોટ પૂટ), સંદીપ કુમાર અને રાહુલ રોહિલા (20 કિલોમીટ વોક) અને ગુરપ્રિત સિંહ (50 કિલોમીટર વોક)માં ભાગ લેશે.

ત્યારે, એથ્લેટિક્સમાં દુતી ચંદ (100 મીટર અને 200 મીટર), કમલપ્રિત કોર અને સીમા પુનિયા (ડિસ્કસ થ્રો), અન્નુ રાની (જેવેલિન થ્રો) અને ભાવના જાટ અને પ્રિયંકા ગોસ્વામી (20 કિલોમીટર વોક)માં ભાગ લેશે. ભારત 4*400 મિક્સડ રિલે રેસ માટે પણ ટીમ મેદાને ઉતારશે. જેમાં, સાર્થક ભાબ્રી, એલેક્ષ એન્ટની, રેવથી વીરમણી, શુભા વેન્કટેશન અને ધનલક્ષ્મી શેખરનો સમાવેશ થાય છે.

બેડમિન્ટનઃ
બેડમિન્ટ રમતમાંથી પણ ભારતને ગોલ્ડ મેડલની આશા વધુ છે. જ્યારથી સાઈના નહેવાલ 2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લાવી છે. ત્યારથી દેશમાં બેડમિન્ટનનું સ્તર ઉંચું આવ્યું છે. અને ખેલાડીઓ પણ સારા આવ્યા છે. આ વખતે 4 ભારતીય શટલર્સ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે. જેમાં, મેન્સ સિંગ્લસમાં બી. સાઈ પ્રણીથ, વૂમન્સ સિંગ્લસમાં પી વી સિન્ધુ અને મેન્સ ડબ્લસમાં સ્તવિકસાઈરાજ રાણકિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સમાવેશ થાય છે.

બોક્સિંગઃ
ભારતના 9 બોક્સર આ વખતે ટોક્યો ખાતે મેડલ માટે પોતાનો દમ દેખાડશે. 2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હવે મેરી કોમ પોતાના ઓલિમ્પિક મેડલ ટેલીને ટોક્યોમાં વધારેવાનો પ્રયાસ કરશે. મેરી કોમ મહિલાની 51 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લેશે. જ્યારે, અન્ય ભારતીય મહિલા બોક્સર્સમાં સિમ્રનજીત કોર (60 કિલોગ્રામ વર્ગ), લવલિના બોરગોહેન (69 કિલોગ્રામ વર્ગ) અને પૂજા રાની (75 કિલોગ્રામ વર્ગ)માં ભાગ લેશે. ત્યારે, અમિત પંઘલ (52 કિલોગ્રામ વર્ગ) મનીષ કૌશિક (63 કિલોગ્રામ વર્ગ), વિકાસ ક્રિશ્ન્ન (69 કિલોગ્રામ વર્ગ), આશિષ કુમાર (75 કિલોગ્રામ વર્ગ) અને સતિષ કુમાર (91+ કિલોગ્રામ વર્ગ)માં ઉતરશે.

અશ્વારોહણ (EQUESTRIAN):
ફવાદ મિર્ઝા આ ખેલ મહાકુંભમાં ઘોડેસવારીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ફેન્સિંગઃ
CA ભવાની દેવી

ગોલ્ફઃ
ત્રણ સભ્યની ટીમમાં અનિરબાન લહેરી, ઉડ્યન માણે અને 23 વર્ષીય અદિતી અશોકનો સમાવેશ થાય છે.

જીમનાસ્ટિક્સઃ
આ વખતે દિપા કર્મકર ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા નિષ્ફળ રહી હતી. જેના પગલે જીમનાસ્ટિક્સમાં હવે ભારતી આશા 26 વર્ષી પ્રણતી નાયક પર બંધાઈ છે.

હૉકીઃ
2 નવેમ્બર 2019ના રોજ ભારતીય હૉકી પુરુષની ટીમ અને ભારતીય મહિલા હૉકીની ટીમ ટોકિયો ઓલ્મિપિક માટે ક્વોલિફાઈ થઈ હતી.

પુરૂષ હૉકી ટીમઃ
ગોલકિપરઃ પી. આર. શ્રીજેશડિફેન્ડર્સઃ હરમનપ્રિત સિંહ, રુપિન્દર પાલ સિંહ, સુરેન્દર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દ્ર લક્રા
મિડ ફિલ્ડર્સઃ હાર્દિક સિંહ, મનપ્રિત સિંહ, વિવેક સાગર પ્રસાદ, નિકંઠ શર્મા, સુમિત
ફોર્વર્ડસ્ઃ શમશેર સિંહ, દિલપ્રિત સિંહ, ગુરજંત સિંહ, લલિત કુમાર ઉપાદ્યાય, મંદિપ સિંહ
એક્સટ્રાઃ ક્રિશ્ન્ન પાઠક (ગોલકિપર), વરૂણ કુમાર (ડિફેન્ડર) અને સિમરનજીત સિંહ (મિડ ફિલ્ડર)
મહિલા હૉકી ટીમઃ
ગોલકિપરઃ સવિતા
ડિફેન્ડર્સઃ દિપ ગ્રેસ એક્કા, નિક્કી પ્રધાન, ગુરજીત કોર, ઉદીતા
મિડ ફિલ્ડર્સઃ નિશા, નેહા, સુશિલા ચાનું પુખરામ્બમ, મોનિકા, નવજોત કોર, સાલિમા તેતે
ફોર્વર્ડસ્ઃ રાણી, નવનિત કોર, લાલરેમસિયામી, વંદના કાતરિયા, શર્મિલા દેવી
એક્સટ્રાઃ ઈ રાજાની

જૂડોઃ
ભારતની મહિલા 2 જૂડોકા ટોક્યો ઓલિમ્પિક્સ ખાતે 48 કિલોગ્રામ લાઈટવેઈટ કેટેગરીમાં ભાગ લેશે.

રોવિંગઃ
અર્જન જૂટ અને અરવિંદ સિંહ મેન્સ લાઈટ વેઈટ ડબલ સ્કલ્સમાં ભાગ લેશે.

સૈલિંગઃ
વિષ્ણુ સરવન, કે સી ગણપતી, વરૂણ ઠક્કર અને નેથરા કુમન્ન સૈલિંગમાં ભાગ લેશે.
 
શૂટિંગઃ
દર ઓલ્મિપિકની જેમ આ વખતે પણ ભારતીય શૂટર્સ પાસેથી દેશવાસીઓ મેડલની આશા રાખી રહ્યા છે. ભારતના 15 શૂટર્સ ઓલ્મિપિકમાં મેડલ પર નિશાનો લગાવવા જઈ રહ્યા છે.
પુરુષ શૂટર્સ - દિવ્યાંશ સિંહ પંવાર અને દીપક કુમાર (10 મીટર એર રાઈફલ), સૌરભ ચૌધરી અને અભિષેક વર્મા (10 મીટર એર પીસ્ટલ), સંજીવ રાજપૂત અને અશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (50 મીટર રાઈફલ 3 પોઝીશન) અંગદ વિર સિંહ બાજવા અને મૈરાજ અહમદ ખાન (સ્કિત).

મહિલા શૂટર્સ - મનુ ભાકર અને યશશ્વિની સિંહ દેસ્વાલ (10 મીટર એર પિસ્ટલ), અપૂર્વિ ચાંદેલા અને એલેવેનિલ વલારિવન (10 મીટર એર રાઈફલ), મનુ ભાકર અને રાહી સરનોબત (25 મીટર સ્પોર્ટ્સ પિસ્ટલ), અંજૂમ મોદગીલ અને તેજસ્વીની સાવંત (50 મીટર રાઈફલ 3 પોઝીશન).

10 મીટર એર રાઈફલ મિક્સડ સ્કોડઃ દિવ્યાંશ સિંહ પવાર અને એલેવેનિલ વલારિવન, દીપક કુમાર અને અંજૂમ મોદગીલ.

10 મીટર એર પિસ્ટલ મિક્સડ સ્કોડઃ સૌરભ ચૌધરી અને માનુ ભાકર, અભિષેક વર્મા અને યશશ્વિની સિંહ દેસ્વાલ.

સ્વિમિંગઃ
પુરૂષ સ્વિમર્સ - સજ્જન પ્રકાશ (200 મીટર બટર ફ્લાય) અને શ્રીહરી નટરાજ (100 મીટર બેકસ્ટ્રોક)

મહિલા સ્વિમર - માના પટેલ (100 મીટર બેકસ્ટ્રોક)

ટેબલ ટેનિસઃ
શરથ કમલ અને જી સથિયન મેન્સ સિંગ્લસમાં ભાગ લેશે. મનિકા બતરા અને સુતિરથા મખર્જી મહિલા સિંગ્લસમાં ભાગ લેશે. જ્યારે, શરથ કમલ અને મનિકા બતરા મિક્સડ ડબ્લસમાં પણ ભાગ લેશે.

ટેનિસઃ
સાનિય મિર્ઝા અને અંકિતા રૈનાની જોડી ટીમ બનાવીને ટોક્યોના ટેનિસ કોર્ટમાં ઉતરશે.

વેઈટલિફ્ટિંગઃ
ભારતે ટોકિયો ઓલ્મિપિક માટે મિરાબાઈ ચાનુંની માત્ર એક જ એન્ટ્રી મોક્લી છે. ચાનું 49 કિલોગ્રામ વર્ગમાં દુનિયામાં બીજા ક્રમે છે. જેના પગલે તેની એન્ટ્રી ઓલ્મિપિકમાં મોકલવામાં આવી હતી.

રેસલિંગઃ
ભારતના 7 કુસ્તીબાજો આ વખતે રેસલિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેના કારણે દેશની રેસલર્સ પાસેથી ગોલ્ડની અપેક્ષાઓ વધી છે.
પુરુષ રેસલર્સ - રવિ કુમાર દહીયા (ફ્રિસ્ટાઈલ, 57 કિલોગ્રામ), બજરંગ પુનિયા (ફ્રિસ્ટાઈલ, 65 કિલોગ્રામ) અને દીપક પુનિયા (ફ્રિસ્ટાઈલ, 85 કિલોગ્રામ).

મહિલા રેસલર્સ - સિમા બિસ્લા (ફ્રિસ્ટાઈલ, 50 કિલોગ્રામ), વિનેશ ફોગાટ (ફ્રિસ્ટાઈલ, 53 કિલોગ્રામ), અંશુ મલિક (ફ્રિસ્ટાઈલ, 57 કિલોગ્રામ) અને સોનમ મલિક (ફ્રિસ્ટાઈલ, 62 કિલોગ્રામ).  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news