ઓલિમ્પિકમાં વિવાદ સળગ્યો, મનિકા બત્રાએ નેશનલ કોચની મદદ લેવાની ઘસીને ના પાડી

ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ પોતાના અંગત કોચને કોર્ટમાં એન્ટ્રી ન અપાયા બાદ શનિવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) ના પહેલા રાઉન્ડની મેચમાં નેશનલ કોચ સૌમ્યદીપ રોય (Soumyadeep Roy) ની સલાહ લેવાનો ઈન્કાર કર્યો છે. દુનિયાની 62 માં નંબરની પ્લેયર મનિકા (Manika Batra) એ બ્રિટનની 94 ના રેન્કિંગની ટિન ટિન હોની વિરુદ્ધ 4-0 થી જીત મેળવી છે. પરંતુ આ દરમિયાન કોચ કોર્નર પર કોઈ બેસ્યુ ન હતું. જેનાથી સોશિયલ મીડિયાપર તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. 
ઓલિમ્પિકમાં વિવાદ સળગ્યો, મનિકા બત્રાએ નેશનલ કોચની મદદ લેવાની ઘસીને ના પાડી

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ પોતાના અંગત કોચને કોર્ટમાં એન્ટ્રી ન અપાયા બાદ શનિવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) ના પહેલા રાઉન્ડની મેચમાં નેશનલ કોચ સૌમ્યદીપ રોય (Soumyadeep Roy) ની સલાહ લેવાનો ઈન્કાર કર્યો છે. દુનિયાની 62 માં નંબરની પ્લેયર મનિકા (Manika Batra) એ બ્રિટનની 94 ના રેન્કિંગની ટિન ટિન હોની વિરુદ્ધ 4-0 થી જીત મેળવી છે. પરંતુ આ દરમિયાન કોચ કોર્નર પર કોઈ બેસ્યુ ન હતું. જેનાથી સોશિયલ મીડિયાપર તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. 

મનિકાના અંગત કોચ (manika batra coach) સન્મય પરાંજપેને વિવાદસ્પદ રીતે તેમની સાથે ટોકિયો જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેમને નેશનલ ટીમની સાથે ખેલ ગાવમાં રોકાવાની પરમિશન આપવામાં આવી નથી. તેઓ હોટલમાં રોકાયા છે અને માત્ર અભ્યાસ માટે આવવાની પરમિશન આપવામાં આવી છે. 26 વર્ષીય પ્લેયર પોતાના કોચના એક્રિડિટેશનને અપગ્રેડ કરવા માંગતી હતી, જેતી તેઓ તેમની મેચ દરમિયાન સાથે રહી શકે. 

ટીમ પ્રમુખ એમપી સિંહ (જે  ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘના સલાહકાર પણ છે, અને હાલ ટોક્યોમાં છે) એ કહ્યું કે, મનિકાએ તેમના કોચ (table tennis) ને કોર્ટ પર રહેવાની પરમિશન માંગી હતી, જે આયોજકો દ્વારા નકારી કાઢવામાં આવી છે. સિંહે કહ્યું કે, જ્યારે તેમના અંગત કોચને કોર્ટ પર પહોંચવાની પરમિશન આપવાનો ઈન્કાર કરાયો તો તેમણે અમારા નેશનલ કોચ પાસેથી કોચિંગ લેવાનો ઈન્કાર કર્યો. આ મામલામાં મારે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. પરંતુ તેમણે મારી પાસેથી પણ મેચ દરમિયાન સલાહ લેવાનો ઈન્કાર કર્યો હતો. 

જોકે, જ્યારે શરત કમલ અને મનિકા ડબલ્સ કેટેગરીમાં રાઉન્ડ 16 ની મેચ રમી રહ્યા હતા, ત્યારે રોય કોર્ટ પર દેખાયા હતા. રોય 2006 રાષ્ટ્રમંડળ ખેલોમા સ્વર્ણ પદક જીતનારી પુરુષ ટીમના સદસ્ય હતા અને તેઓ ભારતના મહાન ટેબલ ટેનિસ પ્લેયર શરતના લાંબા સમયના સાથી પણ રહી ચૂક્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં કોવિડ 19 મહામારીને કારણે અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. મનિકાના કોચ પરાંજપેને ટોક્યોની મુસાફરી કરવાની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ જી સાથિયાનના કોચ અને ઓલિમ્પિયન એસ રમનને આ મંજૂરી આપવામાં આવી નથી.  
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news