Team India માં આવશે બીજો 'યુવરાજ' એક ઓવરમાં ફટકારી 6 સિક્સર! જોતા રહી ગયા સિલેક્ટર, જુઓ Video

હવે આ બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સર ફટકારી, તેનો દરેક શૉટ યુવરાજ સિંહની યાદ અપાવે છે. યુવરાજ સિંહની જેમ હવે અન્ય બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ પરાક્રમ કરનારો તે વિશ્વનો ચોથો ખેલાડી છે. 

Team India માં આવશે બીજો 'યુવરાજ' એક ઓવરમાં ફટકારી 6 સિક્સર! જોતા રહી ગયા સિલેક્ટર, જુઓ Video

નવી દિલ્હીઃ યુવરાજ સિંહની જેમ હવે અન્ય બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ પરાક્રમ કરનારો તે વિશ્વનો ચોથો ખેલાડી છે. ક્રિકેટને ફોલો કરતા દરેક ફેન્સના મનમાં આજે પણ યુવરાજ સિંહે એક ઓવરમાં ઝડપેલી 6 સિક્સરનો રેકોર્ડ યાદગાર હશે. ટીમ ઈન્ડિયાના આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે 2007 ટી 20 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ સામેની મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી હતી. દુનિયામાં બહુ ઓછા ખેલાડીઓ છે જેમણે યુવરાજ જેવી સિદ્ધિ હાંસલ કરી હોય. પરંતુ એક ખેલાડી છે, જેણે યુવરાજની જેમ જ એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને સિદ્ધિ મેળવી છે.

આ ખેલાડીએ 6 સિક્સર ફટકારી હતી:
યુવરાજ સિંહની જેમ જ અમેરિકા તરફથી રમનારા ભારતીય મૂળના બેટ્સમેન જસકરણ મલ્હોત્રાએ છેલ્લા કેટલાક દિવસ પહેલા પાપુઆ ન્યૂ ગિની સામે એક જ ઓવરમાં 6 બોલ પર 6 સિક્સર ફટકારી હતી. જસકરણની દરેક સિક્સર યુવરાજ સિંહની તાબડતોડ બેટિંગની ઝલક બતાવી હતી. જસકરણે ત્રણેય સ્ટમ્પથી દૂર જઈને પણ છગ્ગો ફટકાર્યો હતો, આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે તેને પોતાનામાં કેટલો વિશ્વાસ હતો.

ઝડપી ઈનિંગ રમી:
ક્રિકેટ ચાહકોને ફરી એક વખત યુવરાજ સિંહની યાદ અપાવનાર બેટ્સમેન જસકરણે આ મેચમાં શાનદાર ઈનિંગ રમી. જસકરણના બેટમાંથી આવતા દરેક છગ્ગા લાંબા અંતરવાળા અને હવામાં ઊંચે સુધી જતા હતા. જસકરણે માત્ર 124 બોલમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 173 રનની અણનમ ઈનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે આ ઈનિંગમાં તેણે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, જસકરણ અમેરિકા તરફથી વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ છે.
 

Jaskaran Malhotra joins an elite club among the likes of #YuvrajSingh and #Gibbs following this mammoth display with the bat! 🔥

બહુ ઓછા બેટ્સમેન સતત 6 સિક્સર ફટકારવામાં સફળ રહ્યા છે:
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બહુ ઓછા બેટ્સમેનોના નામે છે. 2007માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હર્ષલ ગિબ્સે નેધરલેન્ડ સામે વનડે વર્લ્ડ કપમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. આ પછી, યુવરાજ સિંહે તે જ વર્ષે ઇંગ્લેન્ડ સામે આ પરાક્રમ કર્યું હતું. વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે 2021માં શ્રીલંકા સામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news