એક સમયનો ટીમ ઈન્ડિયાનો આ હેન્ડસમ હંક, ક્રિકેટની સાથે ઈશકબાજીમાં પણ હતો ઓલરાઉન્ડર!

Happy Birthday Ravi Shastri : 27 મે 1962ના જન્મેલા, રવિ શાસ્ત્રી આજે 62 વર્ષના થયા. શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમના સન્માનજનક ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો પણ રહ્યાં છે અને તેઓ ટીમ ઈન્ડિયાના કોચ પણ રહ્યાં છે. વર્ષોથી તેઓ કોમેન્ટેટર તરીકે પણ સેવા આપે છે.

એક સમયનો ટીમ ઈન્ડિયાનો આ હેન્ડસમ હંક, ક્રિકેટની સાથે ઈશકબાજીમાં પણ હતો ઓલરાઉન્ડર!

Happy Birthday Ravi Shastri : ક્રિકેટથી લઈને ઈશ્ક સુધી રવિ શાસ્ત્રી હંમેશા રહ્યા નંબર વન...1962માં આ દિવસે જન્મેલા રવિશંકર જયદ્રિત શાસ્ત્રી ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ, ક્રિકેટ કોમેન્ટેટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. એક ખેલાડી તરીકે, તે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે 1981 અને 1992 ની વચ્ચે ટેસ્ટ મેચો અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય બંનેમાં રમ્યા હતા. જો કે તેમણે તેમની કારકિર્દી ડાબા હાથના સ્પિન બોલર તરીકે શરૂ કરી હતી, પરંતુ તે પછીથી બેટિંગ ઓલરાઉન્ડરમાં પરિવર્તિત થયા હતા. 

રવિ શાસ્ત્રીનુ કરિયર (1981-1992):
રવિ શાસ્ત્રીના ઈન્ટરનેશનલ કરિયર અનુસાર તેમણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1981માં પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. તેમણે 80 ટેસ્ટ મેચમાં 11 સદી અને 12 અડધીસદીના કારણે 3830 રન બનાવ્યા. ટેસ્ટ મેચમાં તેમના નામે 151 વિકેટ નોંધાયેલી છે. રવિ શાસ્ત્રીએ 150 વન ડે ઈન્ટરનેશનલ માં 4 સદી અને 18 અડધીસદી સાથે તેમણે 3108 રન બનાવ્યા. વનડે મેચમાં શાસ્ત્રીએ પોતાની સ્પિન બોલિંગથી 129 વિકેટ પણ લીધી.

રવિ શાસ્ત્રી સાથે જોડાયેલી રોચક વાતોઃ
- 1981 - દિલીપ જોશીના ઈજાગ્રસ્ત થયા બાદ અચાનક ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા રવિ શાસ્ત્રી એક દિવસ પહેલા વેલિંગ્ટન પહોંચ્યા. ન્યૂઝીલેન્ડ સામે તે ટેસ્ટની બંને ઈનિંગમાં 3-3 વિકેટ લીધી. બીજી ઈનિંગમાં તો તેમણે ચાર બોલમાં ત્રણ વિકેટ લીધી અને આ તમામ કેચ દિલીપ વેંગસરકરે પકડ્યા. 

- ભારતીય ટીમે માર્ચ 1985માં બેન્સન એન્ડ હેજેજ વર્લ્ડ ચેમ્પિયનશિપ કપ પર કબ્જો કર્યો હતો. રવિ શાસ્ત્રીને શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ નો ખિતાબ આપવામાં આવ્યો. તેમણે તે મિની વર્લ્ડ કપ ટુર્નામેન્ટની 5 મેચમાં 45.50 મેચની સરેરાશથી 182 રન બનાવ્યા અને 20.75 ની સરેરાશથી 8 વિકેટ પણ લીધી હતી. એટલુ જ નહીં તેમને ઈનામમાં ઓડી પણ મળી હતી.

- રવિ શાસ્ત્રીએ દસમા ક્રમે બેટિંગ કરી પોતાના ટેસ્ટ કરિયરનુ આહ્વાન કર્યુ પરંતુ બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં જ તેમણે ઈનિંગની શરૂઆત કરવાની તક મળી ગઈ. 

- રવિ શાસ્ત્રીના નામે એક એવો વર્લ્ડ રેકોર્ડ જોડાયો, જે 33 વર્ષ સુધી રહ્યો. શાસ્ત્રીએ જાન્યુઆરી 1985માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી, પોતાના નામે કરી હતી. તેમણે માત્ર 113 મિનિટમાં બીજી સદી પૂરી કરીને આ કારનામુ કર્યુ. હવે આ રેકોર્ડ અફઘાનિસ્તાનના શફીકઉલ્લાહ ના નામે છે. જેમણે 2017-18માં કાબુલ રીજન તરફથી રમતા 103 મિનિટમાં બીજી સદી પૂરી કરી.  

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી આજે 62 વર્ષના થયા. ચાહકોના દિલ પર રાજ કરનારા આ ક્રિકેટરે માત્ર 30 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. રવિ શાસ્ત્રીનો પોતાનો એક અલગ અંદાજ છે અને તે હજુ પણ અકબંધ છે. રવિ શાસ્ત્રી તાજેતરમાં જ ક્રેડની જાહેરાતમાં નવા અવતારમાં જોવા મળ્યા છે. જાહેરાતની શરૂઆતમાં શાસ્ત્રી શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયાની ફેમસ 70 મિનિટ વાળો ડાયલોગ બોલતા જોવા મળી રહ્યા છે. આ જાહેરાતમાં રવિ શાસ્ત્રી પત્રકારોને ટ્રોલ કરતા અને પાર્ટીમાં મહિલાઓની સાથે ફ્લર્ટ કરતા પણ જોવામાં આવ્યા છે. જાહેરાતની સૌથી મજેદાર પળ ત્યારે આવે છે જ્યારે તેઓ એક મેડીકલ ફાર્મસીમાં ઘૂસીને પોતાનો ગ્લાસ નીચે રાખતા 2 કફ સિરપ, ઓન ધ રોક્સ માગે છે. રવિ શાસ્ત્રીની આ જાહેરાતે ધમાલ મચાવી દીધી છે.

કેવું રહ્યું રવિ શાસ્ત્રીનું કોચિંગ કરિયર?
રવિ શાસ્ત્રી પહેલીવાર 2007માં મેનેજર તરીકે ભારતીય ટીમની સાથે જોડાયા. તેમનો પહેલો પ્રવાસ બાંગ્લાદેશનો રહ્યો. 2014-16 સુધી રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર પણ રહ્યા. 2017માં તેમને ભારતીય ટીમના મુખ્ય કોચ બનાવી દીધા. 2018-19માં શાસ્ત્રીની દેખરેખમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને 2-1 થી ટેસ્ટ સિરીઝ જીતી. ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયામાં આ પહેલી ટેસ્ટ સિરીઝ જીતી હતી. બાદમાં 2020-21 ના ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર પણ ભારત 2-1 થી ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યા. ટી-20 વર્લ્ડ કપ 2021ના બાદ રવિ શાસ્ત્રી કોચ પદ પરથી મુક્ત થયા. રવિ શાસ્ત્રી હાલ આઈપીએલ 2022માં કમેન્ટ્રી દ્વારા પણ પોતાનુ સ્ટેટસ જાળવી રાખ્યુ છે. 

ગેબ્રિયલાથી લઈને અમૃતા સિંહ સુધી...રવિશાસ્ત્રીની ઈશકબાજીઓ...
એક ઓવરમાં છ સિક્સર ફટકારીને ગેરી સોબર્સના રેકોર્ડની બરાબરી કરનારા રવિ શાસ્ત્રીના કિસ્સા પણ ઘણા મશહૂર થયા હતા. રવિ શાસ્ત્રીને ટેનિસ સ્ટાર ગેબ્રિયલા સબાતિનીના દિવાના કહેવામાં આવતા હતા. ગેબ્રિયલાએ પોતાના લુક્સ અને શાનદાર રમતથી ટેનિસની દુનિયામાં ચર્ચાનુ સ્થાન મેળવ્યુ હતુ. ચર્ચા એ પણ રહી કે રવિ શાસ્ત્રી ગેબ્રિયલાને મળવા આર્જેન્ટિના ગયા હતા પરંતુ જ્યારે તે ટેનિસ સ્ટારને આ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યુ તો તેમનો જવાબ હતો, આ રવિ શાસ્ત્રી કોણ હતા...? તે સમયે તે અફવા ઉડી હતી કે શાસ્ત્રીએ ગેબ્રિયલાને પ્રપોઝ કર્યુ અને જેણે તેનો ઈનકાર કરી દીધો. જોકે, શાસ્ત્રીએ તે મુલાકાતનુ સ્પષ્ટ ખંડન કરતા કહ્યુ હતુ કે તે કોઈ અન્ય કામથી આર્જેન્ટિના ગયા હતા. રવિ શાસ્ત્રીનુ નામ સૈફ અલી ખાનની એક્સ વાઈફ અમૃતા સિંહની સાથે ઘણી ચર્ચામાં રહ્યુ. બંનેની તસવીર મેગેઝીન કવર પર પણ આવી. ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા પરંતુ શાસ્ત્રીએ જ્યાં 1990માં રિતુ સિંહ સાથે લગ્ન કર્યા, ત્યાં અમૃતા સિંહએ પોતાના કરતા નાની ઉંમરના સૈફ અલી ખાન સાથે નિકાહ કર્યા. બીજીતરફ લગ્નના લગભગ 18 વર્ષ બાદ 2008માં શાસ્ત્રી પિતા બન્યા, પુત્રી અલેખાનો જન્મ થયો.

સગાઈ પછી તૂટ્યો સંબંધ-
એક રિપોર્ટ અનુસાર રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા નથી માંગતો. મારી પત્નીની પહેલી પ્રાથમિકતા તેની કરિયર નહીં પણ મારો પરિવાર હોવો જોઈએ. રવિ શાસ્ત્રીના આ નિવેદનનો જવાબ આપતાં અમૃતાએ તરત જ કહ્યું હતું કે, 'આ સમયે પણ હું મારી કારકિર્દીને કારણે આ સંબંધને આગળ લઈ જઈ શકતી નથી. પણ મને ખાતરી છે કે થોડા વર્ષો પછી હું ફુલ ટાઈમ માતા અને પત્ની બનીશ. જો કે, તેમની લવ સ્ટોરી લાંબો સમય ન ચાલી, વર્ષ 1990માં રવિએ રિતુ સાથે લગ્ન કર્યા. જ્યારે 1991માં અમૃતા સિંહે એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, કેટલાંક વર્ષો બાદ સૈફ સાથે પણ અમૃતાની જોડી ટકી નહીં બન્ને અલગ થઈ ગયા અને પછી સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news