સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ બનાવેલો પોતાનો રેકોર્ડ તોડ્યો, એશિઝ 2019ની 7 ઈનિંગમાં બનાવ્યા 774 રન

ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ 2019મા સ્મિથના બેટથી કુલ 7 ઈનિંગમાં 774 રન નિકળ્યા છે. પરંતુ તે ઈજાગ્રસ્ત થઈને બીજી ટેસ્ટ મેચમાં વચ્ચે બહાર થઈ ગયો અને ત્રીજી ટેસ્ટમાંથી પણ બહાર રહ્યો હતો.

સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ બનાવેલો પોતાનો રેકોર્ડ તોડ્યો, એશિઝ 2019ની 7 ઈનિંગમાં બનાવ્યા 774 રન

નવી દિલ્હીઃ એશિઝ 2019 (Ashes 2019)ને સ્ટીવ સ્મિથની (Steve Smith) શાનદાર બેટિંગ માટે યાદ રાખવામાં આવશે. તેણે પ્રતિબંધ બાદ એશિઝથી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરતા એવી બેટિંગ કરી જે એક મિસાલ છે. પરંતુ આ ટેસ્ટ સિરીઝની પાંચમી મેચની બીજી ઈનિંગમાં સ્મિથ માત્ર 23 રન બનાવી શક્યો, પરંતુ ટેસ્ટ સિરીઝમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો. એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો પોતાનો રેકોર્ડ સ્મિથે તોડ્યો અને વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 

એક ટેસ્ટ સિરીઝમાં સ્મિથે બનાવ્યા છે સૌથી વધુ રન
એશિઝ 2019મા સ્ટીવ સ્મિથે કુલ 774 રન બનાવ્યા છે. આ પહેલી ઘટના છે જ્યારે સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની કોઈ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા છે. સ્મિથે આ પહેલા વર્ષ 2014-2015મા ભારત વિરુદ્ધ પોતાની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં કુલ 769 રન બનાવ્યા હતા. હવે સ્મિથે પોતાનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવી લીધો છે. 

સ્મિથ દ્વારા એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન

-774 vs Eng (2019)*

-769 vs Ind (2014/15)

-687 vs Eng (2017/18)

એશિઝની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન
ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ 2019મા સ્મિથના બેટથી કુલ 7 ઈનિંગમાં 774 રન નિકળ્યા છે. પરંતુ તે ઈજાગ્રસ્ત થઈને બીજી ટેસ્ટ મેચમાં વચ્ચે બહાર થઈ ગયો અને ત્રીજી ટેસ્ટમાંથી પણ બહાર રહ્યો હતો. આમ તો એશિઝની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં સ્મિથ ચોથા સ્થાને આવી ગયો છે. એશિઝની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામ પર છે જેમણે વર્ષ 1930મા 974 રન બનાવ્યા હતા. 

એશિઝની એક સિરીઝમાં સૌથી વધુ રન
-974 ડોન બ્રેડમેન, 1930
-905 વેલી હમોન્ડ, 1928/29
-839 માર્ક ટેલર, 1989
-810 ડોન બ્રેડમેન, 1936/37
-774 સ્ટીવ સ્મિથ, 2019

સ્ટીવ સ્મિથનું એશિઝ 2019મા પ્રદર્શન
સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ એશિઝમાં ચાર ટેસ્ટ મેચોની સાત ઈનિંગમાં 110.57ની એવરેજથી કુલ 774 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને ત્રણ અડધી ફટકારી જેમાં એક બેવડી સદી સામેલ છે. તેણે એશિઝની સાત ઈનિંગમાં 144, 142, 92, 211, 82, 80, 23 રન બનાવ્યા છે. 

ટેસ્ટમાં સ્મિથની ચોથી ઈનિંગમાં એવરેજ સામાન્ય
સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટની ચોથી ઈનિંગમાં ખુબ ખરાબ એવરેજથી રન બનાવ્યા છે. તેણે પોતાના ટેસ્ટ કરિયરની ચોથી ઈનિંગમાં માત્ર 30.68ની એવરેજથી રન બનાવ્યા છે. તો પ્રથમ ઈનિંગમાં તેની એવરેજ 93.65, બીજી ઈનિંગમાં 65.65 અને ત્રીજી ઈનિંગમાં તેની એવરેજ 51.69 રનની છે. 

Steve Smith's Test Average

-1st Innings - 93.65

-2nd Innings - 65.65

-3rd Innings - 51.69

-4th Innings - 30.68

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news