સૌથી વધુ વિકેટઃ ત્રણેય ફોર્મેટમાં ટોપ પર છે શ્રીલંકન બોલર
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર હવે શ્રીલંકાના થઈ ગયા છે. રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીયમાં મલિંગાએ પોતાનું નામ આ યાદીમાં સામેલ કરી લીધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, ટી20 અને વનડેમાં જો સૌથી વધુ વિકેટ ઝડપનારની યાદી જોવામાં આવે તો ત્રણેય ફોર્મેટમાં પ્રથમ સ્થાન પર એક સમાનતા મળશે. ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર શ્રીલંકન છે.
મહાન ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરન વનડે અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. મુરલીધરનની વિરાસતને મલિંગાએ આગળ વધારી છે અને ટી20મા સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો છે.
આફ્રિદીની રમતના આ સૌથી નાના ફોર્મેટમાં 98 વિકેટ હતી. મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમતા પ્રથમ ટી20 મેચમાં 23 રન આપીને બે વિકેટ લીધી અને આ સાથે હવે ટી20મા 99 વિકેટ થઈ ગઈ છે. મલિંગાએ કોલિન મુનરો અને પછી કોલિન ડિ ગ્રાન્ડહોમને આઉટ કરી આફ્રિદીને પાછળ છોડી દીધો હતો.
મુરલીધરન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઈ ચુક્યો છે પરંતુ તે વનડે અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં હજુ ટોપ પર છે. મુરલીધરને 133 ટેસ્ટ મેચોમાં 800 વિકેટ ઝડપી જ્યારે 350 વનડેમાં તેના નામે 534 વિકેટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે