ભારત સરકારે આ દિગ્ગજ ખેલાડી પર લગાવ્યો પ્રતિબંધ, ડોપિંગ કેસમાં કરવામાં આવી સજા

કોઈ પણ ખેલાડી કે રમતવીર કોઈપણ જાતનો નશો કરતો હોય કોઈ ડ્રગ્સનું સેવન કરતો હોય તો તે કાયદેસર ગુનો બને છે. અને આવા મામલામાં સરકાર તેવા ખેલાડીની રમત પર તત્કાલરૂપથી પ્રતિબંધ લગાવી શકે છે.

ભારત સરકારે આ દિગ્ગજ ખેલાડી પર લગાવ્યો પ્રતિબંધ, ડોપિંગ કેસમાં કરવામાં આવી સજા

નવી દિલ્લીઃ ભારતીય ડિસ્કસ થ્રો કમલપ્રિત કૌરનો ડોમ્પિંગ કેસ મામલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.. જેથી હવે ભારતીય ડિસ્કસ થ્રોઅર કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવાયો છે. ભારતના સિનિયર ડિસ્કસ થ્રો ખેલાજી કમલપ્રિત કૌર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. AIUની તપાસમાં કમલપ્રિત કૌર પોઝિટિવ આવતા પ્રતિબંધ લગાવાયો છે. તમને જણાવી દઈએ કે, કમલપ્રિત કૌર આ રમતમાં ભારતમાં ટોપ ખેલાડીમાંથી એક છે, ત્યારે હવે તેમને સજા થતા દેશને મોટ ઝટકો લાગી શકે છે 

4 વર્ષ સુધી લાગી શકે છે પ્રતિબંધ-
જો કમલપ્રિત કૌર દોષિત સાબિત થાય તે તેમના પર વધુમાં વધુ 4 વર્ષ સુધી પ્રતિબંધ લાગી શકે છે. આ મામલે વિશ્વ એથલેટિક્સ શાસી નિકાયે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, સ્ટેનોજોલોલના ઉપયોગ કરવા મામલે AIUએ કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પદાર્થના ઉપયોગ કરવો તે વિશ્વ એથલેટિક્સમાં ડોમ્પિંગના નિયમનું ઉલ્લંઘન છે.

એથલેટિક્સના કડક છે નિયમ-
જ્યારે કોઈ ખેલાડી ડોમ્પિંગથી જોડાયેલા મામલે સંડોવાય તો વિશ્વ એથલેટિક્સ  સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના પર પ્રતિબંધ લગાવે છે. 'એથલેટિક્સ ઈન્ટિગ્રિટી યૂનિટ' એ વિશ્વ એથલેટિક્સએ સ્થાપિત કરેલ એક સ્વતંત્ર સંસ્થા છે. આ સંસ્થાએ જ પંજાબની 26 વર્ષીય ખેલાડીને નોટિસ આપી પોતાનું પક્ષ રાખવા માટે કહ્યું છે.

દેશનું ઓલમ્પિકમાં કર્યુ છે પ્રતિનિધિત્વ-
મહત્વનું છે કે, કમલપ્રિત કૌર ડિસ્કસ થ્રોમાં ભારત માટે ઓલમ્પિકમાં રમી ચૂકી છે. નેશનલ રોકોર્ડધારી કમલપ્રિતે ટોક્યો ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. જોકે તેઓ મેડલથી ચૂક્યા હતા, અને તેઓ છઠ્ઠા સ્થાન પર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news