ટીમ ઇન્ડીયા માટે ખરાબ સમાચાર, સ્ટાર ઓફ સ્પિનરને થયો કોરોના

એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ હાલ ઇંગ્લેંડના પ્રવાસે છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

ટીમ ઇન્ડીયા માટે ખરાબ સમાચાર, સ્ટાર ઓફ સ્પિનરને થયો કોરોના

India vs England: એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ હાલ ઇંગ્લેંડના પ્રવાસે છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. એવામાં હવે અશ્વિન યૂનાઇટેડ કિંગડમ માટે ટીમના સાથીઓની સાથે રવાના થઇ શક્યા નથી. 'પાંચમી ટેસ્ટ' તે રમશે કે નહી તેના પર સંશય યથાવત છે. તે અત્યારે કોરોન્ટાઇન છે અને તમામ પ્રોટોકોલ જરૂરિયાતોને પુરી કર્યા બાદ જ ટીમમાં સામેલ થશે. 

જલદી થઇ જશે સાજા
બીસીસીઆઇ સૂત્રોના અનુસાર અશ્વિન ટીમની સાથે બ્રિટન ગયા નથી. જતાં પહેલાં તેમનો કોવિડ 19 ટેસ્ટ થયો જેમાં તે સંક્રમિત મળી આવ્યા. સૂત્રે આશા વ્યક્ત કરી છે કે તે એક જુલાઇથી શરૂ થનાર ટેસ્ટ મેચ પહેલાં સાજા થઇ જશે. 

આ ખેલાડી પણ પહોંચ્યા
કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને શ્રેયસ ઐય્યરને છોડીને તમામ ખેલાડી 16 જૂનના રોજ લંડન પહોંચ્યા હતા. ત્યારબાદ હિટમેન 18 જૂનના રોજ લંડન પહોંચ્યા. હવે તમામ ખેલાડી લીસેસ્ટૅર પહોંચી ગયા છે. અહીં ટીમ ઇન્ડીયા 24 જૂનથી કાઉન્ટી ટીમ લીસેસ્ટૅર વિરૂદ્ધ ચાર દિવસીય વોર્મ અપ મેચ રમશે. તો બીજી તરફ આફ્રીકી સીરીઝ પુરી થયા બાદ કોચ દ્રવિડ, શ્રેયસ ઐય્યર અને ઋષભ પંત સોમવારે લીસેસ્ટર પહોંચ્યા.  

ઇગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટ કિપર), રવિંદ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમંદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમંદ સિરાઝ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news