આચરેકર પુણ્યતિતિઃ સચિન તેંડુલકરે કહ્યું- હંમેશા દિલોમાં રહેશો સર

સચિન તેંડુલકરે પોતાના ગુરૂ રમાકાંત આચરેકરને તેમની પ્રથમ પુણ્યતિથિ પર યાદ કરતા લખ્યું છે કે તમે હંમેશા દિલોમાં રહેશો સર. સચિને કોચ આચરેકરની સાથે પોતાની એક જૂની તસવીર પણ પોસ્ટ કરી છે. 

આચરેકર પુણ્યતિતિઃ સચિન તેંડુલકરે કહ્યું- હંમેશા દિલોમાં રહેશો સર

નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના (sachin tendulkar) ગુરૂ રમાકાંત આચરેકરની (ramakant achrekar) આજે પ્રથમ પુણ્યતિથિ (death anniversary) છે. પાછલા વર્ષે આજના દિવસે સચિનના બાળપણના ગુરૂનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. સચિને આજે તેમની પ્રથમ પુણ્યતિથિ પર પોતાના ગુરૂની સાથે પોતાની એક જૂની તસપીર પોસ્ટ કરતા શ્રદ્ધાંજલિ આપી છે. 

માસ્ટાર બ્લાસ્ટરે આ તસવીરની સાથે મરાઠીમાં એક સંદેશ પણ લખ્યો છે. સચિને આ સંદેશનો અંગ્રેજીમાં પણ અનુવાદ પોસ્ટ કર્યો છે. પોતાના આ ભાવનાત્મક સંદેશમાં સચિને લખ્યું, 'તમે સદાય અમારા દિલોમાં રહેશો, આચરેકર સર!'

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

સચિને પોતાના આ સંદેશ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. પાછલા વર્ષે જ્યારે આચરેકરનું મુંબઈમાં નિધન થઈ ગયું હતું ત્યારે સચિને તેમને યાદ કરતા એક ભાવુક સંદેશ લખ્યો હતો. ત્યારે માસ્ટર બ્લાસ્ટરે લખ્યું હતું, 'આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. અન્ય છાત્રોની જેમ મેં પણ ક્રિકેટની ABCD સરના માર્ગદર્શનમાં જ શીખી હતી. મારા જીવનમાં તેમના યોગદાનને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. તેમણે તે પાયો નાખ્યો, જેના પર આજે હું ઉભો છું.'

કોચ આચરેકરને રમતોમાં વિશિષ્ટ યોગદાન માટે વર્ષ 2010માં પદ્મશ્રી અને દ્રોણાચાર્ય પુરસ્કાર (1990)માં સન્માનિત કરવામાં આવ્યા હતા. આચરેકર સરના શિષ્યોમાં તેંડુલકર સિવાય વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીધે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ પણ રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news