Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય
Trending Photos
ટોક્યોઃ ભારતના પુરૂષ રેસલર રવિ કુમાર દહિયા ઈતિહાસ રચવાનો ચુકી ગયો છે. રવિ દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક સમિતિના રેસલર યૂગુઈવ ઝાવુરી સામે પરાજય થયો છે. આ પરાજય છતાં રવિ દહિયા સિલ્વર મેડલ કબજે કરવામાં સફળ રહ્યો છે. આ સાથે ટોક્યોમાં ભારતને પાંચમો મેડલ મળ્યો છે. રવિ કુમાર દરિયા પ્રથમવાર ઓલિમ્પિકમાં રમવા માટે ઉતર્યો હતો. તેણે ડેબ્યૂ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. ફાઇનલમાં રવિનો 7-4થી પરાજય થયો છે.
રવિ કુમાર દહિયાએ પ્રથમવાર ઓલિમ્પિકમાં ભાગ લીધો અને મેડલ સાથે દેશ પરત ફરી રહ્યો છે. ભલે રવિ દહિયા ગોલ્ડ ન જીતી શક્યો હોય પરંતુ તેણે કુશ્તીમાં સુશીલ કુમારના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 2008 ઓલિમ્પિક બાદ ભારત રેસલિંગમાં સતત મેડલ જીતી રહ્યું છે. રવિ દહિયાએ કુશ્તીમાં બીજો સિલ્વર મેડલ જીત્યો છે, આ પહેલા લંડન ઓલિમ્પિકમાં સુશીલ કુમાર આ સિદ્ધિ હાસિલ કરી ચુક્યો છે.
પ્રથમ રાઉન્ડઃ આરઓસીના ઝાવુર ઉગુએવે પ્રથમ રાઉન્ડમાં બે પોઈન્ટ હાસિલ કર્યા અને રવિ પર 2-0થી લીડ બનાવી હતી. ત્યારબાદ રવિએ વાપસી કરતા વિરોધી પાસેથી બે પોઈન્ટ મેળવી સ્કોર બરોબર કર્યો હતો.
રેસલિંગમાં અત્યાર સુધી ભારતને મળ્યા છ મેડલ
રેસલિંગની ઇવેન્ટમાં ભારતને ઓલિમ્પિકમાં અત્યાર સુધી 5 મેડલ મળ્યા છે. જેમાં એક સિલ્વર અને બ્રોન્ઝ છે. આ સાથે રવિ કુમાર ગોલ્ડ જીતી ભારતનો પ્રથમ રેસલર બની શકે છે. આ પહેલા કેડી જાધવ, સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, સાક્ષી મલિક ભારત માટે રેસલિંગ ઇવેન્ટમાં મેડલ જીતી ચુક્યા છે. રેસલિંગમાં રવિ કુમાર દહિયાએ ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે