પ્રિયા પૂનિયાએ પર્દાપણ મેચમાં ફટકારી અડધી સદી, ભારતીય મહિલા ટીમનો 8 વિકેટે વિજય

મુકાબલામાં આફ્રિકન ટીમની કેપ્ટન સુને લુસ (Sune Luss)એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાની ટીમે 45.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને માત્ર 164 રન બનાવ્યા હતા. 
 

પ્રિયા પૂનિયાએ પર્દાપણ મેચમાં ફટકારી અડધી સદી, ભારતીય મહિલા ટીમનો 8 વિકેટે વિજય

વડોદરાઃ India vs South Africa Women Priya punia: ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાની ગેરહાજરીમાં પ્રથમવાર ઓપનિંગ કરતા પર્દાપણ મેચમાં પ્રિયા પૂનિયાએ અડધી સદી ફટકારી છે. તેની મદદથી ભારતીય મહિલા ટીમે આફ્રિકા વિરુદ્ધ મોટી જીત મેળવી છે. અહીં રમાયેલી ત્રણ મેચોની સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે મહેમાન ટીમ આફ્રિકાને 8 વિકેટે પરાજય આપ્યો છે. 

ભારતીય બોલરોનો દબદબો
આ મુકાબલામાં આફ્રિકન ટીમની કેપ્ટન સુને લુસ (Sune Luss)એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાની ટીમે 45.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને માત્ર 164 રન બનાવ્યા હતા, જેમાં મરિજન કેપની અડધી સદી સામેલ છે. તો ભારતીય ટીમ તરફથી ઝૂલન ગોસ્વામીએ 3 વિકેટ અને શિખા પાંડે, એકતા બિષ્ટ અને પૂનમ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય એક વિકેટ દીપ્તિ શર્માને મળી હતી. 

165 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આ લક્ષ્ય 2 વિકેટ ગુમાવીને 41.4 ઓવરમાં હાંસિલ કરી લીધો હતો. ભારતીય મહિલા વનડે ટીમમાં પર્દાપણ કરનારી પ્રિયા પૂનિયાએ પોતાની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. તે અણનમ રહી હતી. આ મેચમાં તેણે 124 બોલનો સામનો કરતા 8 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. પ્રિયા સિવાય મેમિમા રોડ્રિગ્સે 55 રન બનાવીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. 

રાજસ્થાનના જયપુરમાં જન્મેલી પ્રિયા પૂનિયા આ વનડે મેચ પહેલા ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકી છે. 23 વર્ષીય પ્રિયા પૂનિયાએ આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. જેમાં તેણે 7 રન બનાવ્યા હતા. વનડે સિરીઝની બીજી મેચ 11 ઓક્ટોબર અને અંતિમ મેચ 14 ઓક્ટોબરે રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news