વિદેશી ખેલાડીઓને પાકિસ્તાન આવતા રોકી રહ્યું છે ભારત- પાક મંત્રીનો જુઠ્ઠો આરોપ

સોમવારે શ્રીલંકા ટી20 ટીમના કેપ્ટન લસિથ મલિંગા સહિત 11 ખેલાડીઓએ સપ્ટેમ્બરના અંતમાં રમાનારી સિરીઝ રમવાની ના પાડી હતી. 

વિદેશી ખેલાડીઓને પાકિસ્તાન આવતા રોકી રહ્યું છે ભારત- પાક મંત્રીનો જુઠ્ઠો આરોપ

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે  (Pakistan vs Sri Lanka) રમનારી સિરીઝ સંકટમાં ઘેરાઇ છે. શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસ પર જવાની ના પાડી દીધી છે. આ નિર્ણય બાદ પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ફવાદ ચૌધરી (Fawad Chaudhry)એ ભારત પર નિશાન સાધ્યુ છે. ચૌધરીએ સોશિયલ મીડિયા પર ભારતની ઉપર શ્રીલંકાના ખેલાડીઓને પાકિસ્તાન ન જવા માટે ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. 

સોમવારે શ્રીલંકા ટી20 ટીમના કેપ્ટન લસિથ મલિંગા સહિત 11 ખેલાડીઓએ સપ્ટેમ્બરના અંતમાં રમાનારી સિરીઝ રમવાની ના પાડી હતી. આ ખેલાડીઓએ સુરક્ષાના કારણે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની ના પાડી છે. વર્ષ 2009ના પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ટીમની બસ પર લાહોરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. 

ફવાદે ટ્વીટર પર લખ્યું, 'જાણીતા કોમેન્ટ્રેટરે મને જણાવ્યું કે, ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકાવ્યા છે કે જો તે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના ન પાડે તો તેને આઈપીએલમાંથી બહાર કરી દેવામાં આવશે. આ ખુબ ખરાબ ચાલ છે.'

— Ch Fawad Hussain (@fawadchaudhry) September 10, 2019

ક્યા ખેલાડીઓએ પાડી ના
આ 11 ખેલાડીઓમાં વનડે ટીમનો કેપ્ટન દિમુથ કરૂણારત્ને, ટી20 ટીમનો કેપ્ટન લસિથ મલિંગા સિવાય નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, થિસારા પરેરા, અકિલા ધનંજય, એન્જેલો મેથ્યુઝ, સુરંગા લકમલ, દિનેશ ચંદીમલ, કુસલ મેન્ડિસ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news