Video: શોએબ મલિકના શોટથી ખેલાડી ઈજાગ્રસ્ત પણ મલિક અનોખી રીતે થયો આઉટ

પાકિસ્તાનની ઈનિંગની 33મી ઓવર ચાલી રહી હતી અને આ ઓવર લોકી ફર્ગ્યુસન ફેંકી રહ્યો હતો. આ ઓવરના ચોથો બોલ લોકીએ શોર્ટ ફેંક્યો અને તેના પર મલિકે આકરો પ્રહાર (પુલ શોટ) કર્યો. અહીં શોર્ટ લેગ પર નિકોલ્સ ઉભો હતો. 

 Video: શોએબ મલિકના શોટથી ખેલાડી ઈજાગ્રસ્ત પણ મલિક અનોખી રીતે થયો આઉટ

અબૂધાબીઃ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીનો બીજો મેચ બે-બે ખેલાડીઓને ઈજા થવાને કારણે ભયાનક રહ્યો હતો. આ મેચમાં પહેલા પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ હક લોકી ફર્ગ્યૂસનના એક બાઉન્સર પર ઈજાગ્રસ્ત થયો, તો બાદમાં શોર્ટ લેગ પર ફીલ્ડિંગ કરી રહેલ નિકોલ્સ ઈજાગ્રસ્ત થયો. પરંતુ નિકોલ્સને બોલ વાગ્યા બાદ તે તરત ઉભો થઈ ગયો હતો. 

પાકિસ્તાનની ઈનિંગની 33મી ઓવર ચાલી રહી હતી અને આ ઓવર લોકી ફર્ગ્યુસન ફેંકી રહ્યો હતો. આ ઓવરના ચોથો બોલ લોકીએ શોર્ટ ફેંક્યો અને તેના પર મલિકે આકરો પ્રહાર (પુલ શોટ) કર્યો. અહીં શોર્ટ લેગ પર નિકોલ્સ ઉભો હતો. નિકોલ્સે મલિકના શોટને જોતા પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ સીધો તેના ડાબા ખંભામાં લાગ્યો અને નિકોલ્સ જમીન પર પડી ગયો હતો. 

આ વચ્ચે નિકોલ્સના ખભા પર ટકરાયેલો બોલ હવામાં ઉછળઈ ગયો અને મિડ વિકેટ પર જતો રહ્યો. અહીં ઈશ સોઢી ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તેણે થોડું દોડીને સરળતાથી કેચ પકડી લીધો અને મલિક આઉટ થઈ ગયો. 177 રનના સ્કોર પર આ પાકિસ્તાનની ત્રીજી વિકેટ હતી. ભલે મલિક આઉટ હતો, પરંતુ તેણે પેવેલિયન તરફ જતા પહેલા નિકોલ્સની સ્થિતિ જાણી. બાદમાં મલિકે જોયું કે નિકોલ્ય સ્વસ્થ છે અને તે ઉભો થઈ ગયો છે. ત્યારબાદ તેણે તેના માથા પર હાથ રાખ્યો અને પેવેલિયન તરફ ચાલ્યો ગયો. 

Shoaib Malik pulls one straight into Nicholls and Sodhi somehow manages to take the catch. It's all happening!

Another wicket for Ferguson. Is there a twist in the tale?

— Cricingif (@_cricingif) November 9, 2018

3 વનડે મેચોની શ્રેણીનો પ્રથમ મેચ ગુમાવી ચુકેલા પાકિસ્તાને આ મેચમાં 6 વિકેટથી વિજય મેળવીને શ્રેણી 1-1થી બરોબર કરી લીધી છે. શ્રેણીનો અંતિમ મેચ રવિવારે દુબઈમાં રમાશે, જે આ શ્રેણીનો નિર્ણાયક મેચ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news