એશિયાડમાં સિલ્વર મેડલ જીતનાર દુતી ચંદને ઓડિશા સરકાર આપશે 1.5 કરોડ રૂપિયા

100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડધારી દુતીને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે શુભેચ્છા આપી છે. 
 

 એશિયાડમાં સિલ્વર મેડલ જીતનાર દુતી ચંદને ઓડિશા સરકાર આપશે 1.5 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી મહિલા દોડવીર દુતી ચંદને 1.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. દુતીએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં રવિવારે મહિલાઓની 100 મીટર સ્પર્ધામાં બીજુ સ્થાન હાસિલ કર્યું હતું. 

દુતીએ 100 મીટરની રેસમાં 11.32 સેકન્ડનો સમય લીધો હતો. તે 0.02 સેકન્ડથી ગોલ્ડ મેડલ ચુકી ગઈ હતી. 100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડધારી દુતીને ઓડિશાના મુખ્યપ્રધાને શુભેચ્છા આપી છે. મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી નિવેદન પ્રમાણે, 'આ ગર્વની વાત છે કે ઓડિશાની ખેલાડીએ 20 વર્ષ બાદ દેશનું નામ રોશ કર્યું છે. 1998ની એશિયન ગેમ્સમાં ઓડિશાની ખેલાડી રચિતા પાંડા મિસ્ત્રીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.'

નિવેદન પ્રમાણે, તેની મહેતન, પ્રતિબદ્ધતાને કારણે મુખ્યપ્રધાને દુતીને 1.5 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. રાજ્યનું ખેલાડીઓ પર વિશેષ ધ્યાન છે. ઓડિશા નવી હાઈ પરફોર્મસ રીઝનલ એથલેટિક્સ એકેડમી ખોલવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news