MI vs PBKS: મુંબઈની શાનદાર વાપસી, પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી

આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 11 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. 

MI vs PBKS: મુંબઈની શાનદાર વાપસી, પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી

અબુધાબીઃ આખરે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફોર્મમાં આવી ગઈ છે. રોહિત શર્માની સેનાએ મહત્વની મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. આઈપીએલના બીજા હાફમાં મુંબઈને આ પ્રથમ જીત મળી છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 11 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19 ઓવરમાં 4 વિકેટે 137 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

રોહિત શર્મા અને સૂર્યકુમાર સસ્તામાં આઉટ
પંજાબે આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે 16 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 8 રન બનાવી કેચઆઉટ થયો હતો. તો સૂર્યકુમાર યાદવ 0 રને બોલ્ડ થયો હતો. આ બંને સફળતા યુવા બોલર રવિ બિશ્નોઈને મળી હતી. મુંબઈએ પાવરપ્લેમાં 2 વિકેટે 30 રન બનાવ્યા હતા. 

ડિ કોક 29 બોલમાં બે ચોગ્ગા સાથે 27 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો. સૌરભ તિવારીએ 37 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે ઉપયોગી 45 રન બનાવ્યા હતા. તિવારી નાથન એલિસનો શિકાર બન્યો હતો.

હાર્દિક પંડ્યાની ફોર્મમાં વાપસી
એક સમયે મુંબઈ માટે આ લક્ષ્ય પણ મુશ્કેલ લાગી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ હાર્દિક પંડ્યા અને પોલાર્ડે ટીમને જીત અપાવી હતી. હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અમનમ 40 અને પોલાર્ડે 7 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. 

પંજાબની ઈનિંગ
પંજાબ કિંગ્સે આજે મનદીપ સિંહ અને કેએલ રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમને છઠ્ઠી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. મનદીપ સિંહ (15) રન બનાવી કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. પંજાબે પાવરપ્લેમાં 1 વિકેટે 38 રન બનાવ્યા હતા. 

પોલાર્ડે એક ઓવરમાં ઝડપી બે વિકેટ
પાવરપ્લે બાદ રોહિત શર્માએ બોલિંગની જવાબદારી પોલાર્ડને આપી હતી. પોલાર્ડે એક ઓવરમાં બે વિકેટ ઝડપી મુંબઈની વાપસી કરાવી હતી. પોલાર્ડે પહેલા ક્રિસ ગેલ (1)ને બાઉન્ડ્રી પર કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ કેએલ રાહુલ (21) ને કેચઆઉટ કરાવીને મુંબઈને ત્રીજી સફળતા મેળવી હતી. આ સાથે પોલાર્ડે ટી20 ક્રિકેટમાં 300 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. 

માર્કરમ-હુડ્ડાએ સ્કોર પહોંચાડ્યો 130ને પાર
નિકોલસ પૂરન માટે આ સીઝન ખરાબ રહી છે. પૂરન માત્ર 2 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ એડન માર્કરમના  29 બોલમાં 6 ચોગ્ગા સાથે 42 રન અને દીપક હુડ્ડાના 28 રનની મદદથી પંજાબની ટીમ 130નો સ્કોર પાર કરવામાં સફળ રહી હતી. માર્કરમ રાહુલ ચાહર અને હુડ્ડા બુમરાહનો શિકાર બન્યો હતો. હરપ્રીત બરાર 14 અને નાથન એલિસ 6 રન બનાવી અણનમ રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news