#Me Too પહોંચ્યું BCCI સુધીઃ સીઈઓ રાહુલ જોહરી પર લાગ્યા જાતીય શોષણના આરોપ
ભારતમાં બોલિવૂડ અને મીડિયા જગતની હસ્તીઓ ઉપર જાતીય શોષણના આરોપો બાદ હવે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં પણ તેના કિસ્સા બહાર આવ્યા છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં #Me Too અભિયાન ઝડપથી ફેલાઈ રહ્યું છે. લગભગ એક વર્ષ પહેલાં હોલિવૂડમાંથી શરૂ થયેલું આ કેમ્પેઈન છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં શરૂ થયું છે. જેમાં સાથે કામ કરી રહેલા પુરુષો પર મહિલાઓ દ્વારા જાતીય શોષણનાં આરોપો લાગી રહ્યા છે. તેને મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો સામે ઉઠાવાતા અવાજ તરીકે પણ જોવામાં આવે છે.
ભારતમાં બોલિવૂડ અને મીડિયા જગતની હસ્તીઓ ઉપર જાતીય શોષણના આરોપો બાદ હવે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં પણ તેના કિસ્સા બહાર આવવા લાગ્યા છે. તાજેતરનો કિસ્સો BCCIના પ્રમુખ રાહુલ જોહરીનો છે, જેમનું નામ આ અભિયાન હેઠળ ચર્ચામાં આવ્યું છે.
રમત જગતમાં સૌથી પહેલા જ્વાલા ગટ્ટાએ તેની સાથે થયેલા શોષણની ઘટના સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી અને ત્યાર બાદ ભારતીય ફ્લાઈટ એટેન્ડન્ટે શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગા પર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ શ્રીલંકાના જ લસીથ મલિંગા પર આરોપ લાગ્યા હતા. હવે, વર્ષ 2016થી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ રહેલા રાહુલ જોહરી પર આરોપ લાગ્યા છે. એક પત્રકારે અજાણી પોસ્ટ દ્વારા રાહુલ જોહરી પર આરોપ લગાવ્યા છે.
ટ્વીટર પોસ્ટ દ્વારા લાગ્યા આરોપ
લેખિકા હરનિન્દે એક અજ્ઞાત સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જાહેર કર્યું છે, જેમાં રાહુલ જોહરી પર એક મહિલાએ અનુચિત વ્યવહાર અને શોષણનો આરોપ લગાવ્યો છે. કૌરે પીડિતાના ટ્વીટર હેન્ડલના સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ મહિલાએ પોતાને જર્નાલિસ્ટ જણાવી છે અને દાવો કર્યો છે કે તે અને જોહરી જ્યારે જુદી-જુદી મીડિયા સંસ્થામાં કામ કરતા હતા એ દરમિયાન જોહરીએ તેનું જાતિય શોષણ કર્યું હતું. રાહુલ જોહરીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ભારતીય ગાયિકાએ લસિથ મલિંગા પર લગાવ્યા હતા આરોપ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતીય ગાયિકા ચિન્મયી શ્રીપતાએ શ્રીલંકાના સ્ટાર બોલર લસિથ મલિંગા પર ઈન્ડિયન પ્રિમિયર લીગ દરમિયાન એક મહિલા સાથે મુંબઈની એક હોટલમાં જાતીય શોષણના આરોપ લગાવ્યા છે. શ્રીપદાએ ટ્વીટ પર તેની પરિચિત મહિલા સાથે થયેલી દુઃખદ ઘટનાનું વર્ણન કર્યું છે.
સૌથી પહેલા અર્જુન રણતુંગા પર લાગ્યા હતા આરોપ
આ અગાઉ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા પર પણ મી ટૂ કેન્પેઈન અંતર્ગત ભારતીય એર હોસ્ટેસે આરોપ લગાવ્યા હતા. આ એર હોસ્ટેસે રણતુંગા પરમુંબઈની એક હોટલમાં જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા હતા. આ મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આપવીતી વર્ણવી હતી. આ એકાઉન્ટ ઝડપથી બંધ પણ કરી દેવાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે