Year Ender 2019: મયંકે બનાવ્યા વિરાટથી વધુ રન, ભારતને મળ્યો શાનદાર ટેસ્ટ ઓપનર

મયંકને 2018/19મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. તેણે વર્ષ 2018મા કાંગારૂ ટીમ વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પણ રમી હતી અને મેચની બંન્ને ઈનિંગમાં 76 અને 42 રન બનાવ્યા હતા. 
 

Year Ender 2019: મયંકે બનાવ્યા વિરાટથી વધુ રન, ભારતને મળ્યો શાનદાર ટેસ્ટ ઓપનર

નવી દિલ્હીઃ મયંક અગ્રવાલ તરીકે ટીમ ઈન્ડિયાને વર્ષ 2019મા એક એવો ઓપનિંગ બેટ્સમેન મળ્યો જેના પ્રદર્શનમાં સાતત્યતા છે. મયંકે આમ તો ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું પર્દાપણ 2018મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં કર્યું હતું, પરંતુ આ વર્ષ એટલે કે 2019મા તેણે સાબિત કરી દીધું કે તે ટેસ્ટ પ્રમાણે ભારતીય ટીમ માટે કેટલો ઉપયોગી છે. વિરાટ વિશ્વના શાનદાર ટેસ્ટ બેટ્સમેનોમાં સામેલ છે, પરંતુ મયંક આ વર્ષે રન બનાવવાના મામલામાં તેના કરતા આગળ છે. 

મયંકને 2018/19મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. તેણે વર્ષ 2018મા કાંગારૂ ટીમ વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પણ રમી હતી અને મેચની બંન્ને ઈનિંગમાં 76 અને 42 રન બનાવ્યા હતા. મયંકની આ ઈનિંગથી આશા જાગી અને તેને આગામી ટેસ્ટમાં તક મળી જે 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાઇ હતી. આ મેચમાં મયંકે 77 રન બનાવ્યા હતા. 

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. કેરેબિયન ધરતી પર બે ટેસ્ટ મેચોમાં મયંકે 5, 16, 55 અને 4 રનની ઈનિંગ રમી હતી. આ પ્રવાસ માટે તે વધુ સફળ ન રહ્યો, પરંતુ ભારતીય ધરતી પર તેણે પોતની પ્રથમ ટેસ્ટ મેચ એટલે કે આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં 215 રનની ઈનિંગ રમીને પોતાના સાબિત કર્યો હતો. આ ટેસ્ટ બાદ તેણે પ્રોટિયાઝ વિરુદ્ધ આગામી મેચમાં ફરી 108 રન ફટકાર્યા હતા. ત્રીજી ટેસ્ટ મેચમાં તે માત્ર 10 રન બનાવી શક્યો હતો. 

ત્યારબાદ મયંકે બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારતા 243 રન બનાવ્યા હતા. એટલે કે ઘરેલૂ ધરતી પર મયંકે પાંચ ટેસ્ટ મેચોમાં બે બેવડી સદી અને એક સદી ફટકારી હતી. આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં મયંકે ભારત તરફથી સૌથી વધુ રન બાવ્યા છે. તેણે આ વર્ષે રમેલી 8 ટેસ્ટ મેચોની 11 ઈનિંગમાં 68.54ની એવરેજથી કુલ 754 રન બનાવ્યા છે. તો ટેસ્ટ મેચમાં આ વર્ષે ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાના મામલામાં વિરાટ કોહલી ત્રીજા સ્થાને રહ્યો, જેણે 8 ટેસ્ટમાં 68ની એવરેજથી 612 રન બનાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news