ટીમ ઇન્ડિયાને મળી મોટી ખુશખબરી, એક મહત્વનો ખેલાડી બીજી ટેસ્ટમાંથી OUT!

ઇંગ્લેન્ડ તરફથી તેમના બોલર્સ જોરદાર પ્રદર્શન કર્યુ તેમજ સેમ કુરેન અને બેન સ્ટોક્સે તો કમાલ જ કરી દીધી

ટીમ ઇન્ડિયાને મળી મોટી ખુશખબરી, એક મહત્વનો ખેલાડી બીજી ટેસ્ટમાંથી OUT!

નવી દિલ્હી : ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની થયેલી હારે અનેક ચાહકોના દિલ તોડી નાખ્યા. 194 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન આ લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા અને આખી ટીમ ઓલઆઉટ થઈ  ગઈ હતી. ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી સિવાય બીજા કોઈ બેટ્સમેન સફળ નહોતો સાબિત થયો. ઇંગ્લેન્ડ તરફથી તેમના બોલર્સ જોરદાર પ્રદર્શન કર્યુ તેમજ સેમ કુરેન અને બેન સ્ટોક્સે તો કમાલ જ કરી દીધી. ઇંગ્લેન્ડની જીતની પટકથા બીજી ઇનિંગમાં આ ખેલાડીઓએ લખી છે. 

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટથી લોડ્સ ખાતે શરૂ થઈ રહી છે પણ એ પહેલાં ટીમ ઇન્ડિયાને એક સારા સમાચાર મળ્યા છે. પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને હારનો ફટકો આપનાર બેન સ્ટોક્સ બીજી ટેસ્ટ મેચ નહીં રમી શકે અને એનું કારણ છે તેના પર ચાલી રહેલો એક કેસ. ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિસ્ટલમાં એક વિવાદમા બેન સ્ટોક્સ ફસાઈ ગયો હતો. આ વિવાદ પછી તેના પર કેસ ચાલી રહ્યો છે. 6 ઓગસ્ટના દિવસે આ મામલાની કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલામાં ક્લિન ચીટ મેળવવા માટે બેન સ્ટોક્સે આ સુનાવણીમાં હાજરી આપવી પડે એમ છે. આ કારણે લોર્ડસ ટેસ્ટમાં બેન સ્ટોક ભાગ લે એવી શક્યતા બહુ ધુંધળી છે. બેન સ્ટોક્સે બીજી ઇનિંગમાં ચાર વિકેટ લઈને ટીમ ઇન્ડિયાની કમર તોડી નાખી હતી. 

Can India square the series at Lord's?#KyaHogaIssBaar #ENGvIND #SPNSports pic.twitter.com/gngtTcLjkD

— SPN- Sports (@SPNSportsIndia) August 4, 2018

આ પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટની ચિંતા વધી ગઈ છે. હવે ઇંગ્લિશ ટીમમાં બેન સ્ટોક્સની જગ્યા ક્રિસ વોક્સ લઈ શકે છે. અત્યાર સુધી ક્રિસ ઇજાને પગલે ટીમમાંથી બહાર હતો પણ ટીમ મેનેજમેન્ટને ભરોસો છે કે તે બીજી ટેસ્ટ પહેલાં ફિટ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news