Kevin Pietersen: ભારતના આ એક નિર્ણયથી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ભાવવિભોર, PM મોદીનો માન્યો આભાર
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટે પોતાની અસર દેખાડવાની શરૂ કરી દીધી છે. જ્યારથી આ નવા વેરિએન્ટ વિશે ખબર પડી છે ત્યારથી દુનિયામાં હડકંપ મચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટે પોતાની અસર દેખાડવાની શરૂ કરી દીધી છે. જ્યારથી આ નવા વેરિએન્ટ વિશે ખબર પડી છે ત્યારથી દુનિયામાં હડકંપ મચી ગયો છે. આ બધા વચ્ચે ભારતે દક્ષિણ આફ્રિકાની મદદ કરવાની જાહેરાત કરી છે અને રસી આપવાની વાત કરી છે. ભારતના આ નિર્ણય પર ઈંગ્લેન્ડના પૂર્વ બેટર કેવિન પીટરસનનું રિએક્શન સામે આવ્યું છે.
પૂર્વ ઈંગ્લિશ બેટરે ભારતના આ નિર્ણયના પેટછૂટા વખાણ કર્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. ભારત સરકારના નિર્ણય પર કેવિન પીટરસને લખ્યું કે ભારતે એકવાર ફરીથી સંવેદના દેખાડી છે. સૌથી ઉત્તમ દેશ, જ્યાં ઉષ્માભર્યા હ્રદયવાળા લોકો રહે છે. આભાર નરેન્દ્ર મોદી.
અત્રે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે આફ્રિકી દેશોમાં જ્યાં ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ ઝડપથી વધી રહ્યું છે ત્યાં મેડ ઈન ઈન્ડિયા રસી સપ્લાય કરવામાં આવશે. રસીનો સપ્લાય દ્વિપક્ષીય સંબંધોના આધારે કે કોવેક્સના આધારે કરવામાં આવી શકે છે. કોવેક્સ WHO દ્વારા ચલાવવામાં આવતું એક મિશન છે.
That caring spirit once again shown by India!
The most fabulous country with so many warm hearted people!
Thank you!
cc @narendramodi 🙏🏽 https://t.co/r05631jNBD
— Kevin Pietersen🦏 (@KP24) November 29, 2021
કેવિન પીટરસન ભલે ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યા હોય પરંતુ તેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો. પીટરસન રિટાયરમેન્ટ બાદ સતત ભારત આવતા રહ્યા છે. પછી ભલે તે આઈપીએલ હોય કે અન્ય મેચોમાં કોમેન્ટ્રી કરવાનું કામ હોય. આ ઉપરાંત કેવિન પીટરસન અસમમાં પણ Rhinos માટે કામ કરતા રહે છે.
હાલમાં જ જ્યારે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી ત્યારે તેની આકરી ટીકા થઈ રહી હતી ત્યારે તે સમયે કેવિન પીટરસને ભારતીય ક્રિકેટ ટીમનું સમર્થન કર્યું હતું અને હિન્દીમાં ટ્વીટ કરીને ખેલાડીઓને સાથ આપવા માટે અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે