રેફ્યુજી કેમ્પથી આંતરરાષ્ટ્રીય મંચ પર ધમાલ- અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની સફર પર એક નજર

અફઘઆનિસ્તાન ક્રિકેટ ટીમે સોમવારે બાંગ્લાદેશને હરાવીને ઇતિહાસ રચી દીધો. રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટમાં જીત હાસિલ કરનાર સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. 
 

રેફ્યુજી કેમ્પથી આંતરરાષ્ટ્રીય મંચ પર ધમાલ- અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની સફર પર એક નજર

નવી દિલ્હીઃ શરણાર્થી શિબિરથી શરૂ થયેલી અફઘાનિસ્તાન ક્રિકેટની સફર હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ઓળખ બનાવી ચુક્યુ છે. આ ટીમ પોતાની રમત અને જુસ્સાને કારણે ક્રિકેટ પ્રેમિઓના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચુકી છે. ટેસ્ટ ક્રિકેટની સૌથી નવી ટીમોમાં સામેલ અફઘાનિસ્તાન ટીમે ઓછા સમયમાં લાંબી સફર કાપી છે. ટીમે 2004મા પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી પોતાની રમતમાં ઘણો સુધાર કર્યો છે. 

સોમવારે તેણે બાંગ્લાદેશને 224 રનથી હરાવીને વિદેશી ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ જીત મેળવી હતી. નવા કેપ્ટન રાશિદ ખાનની આગેવાનીમાં ટીમે અનુભવી કહેવાતી બાંગ્લાદેશ ટીમને રમતના દરેક વિભાગમાં નબળી સાબિત કરી હતી. રાશિદ ટેસ્ટ ક્રિકેટમાં જીત હાસિલ કરનારો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. પોતાની ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમે બીજી જીત હાસિલ કરી છે. પરંતુ અફઘાનિસ્તાનની ટેસ્ટ મેચ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નથી પરંતુ ટીમની પ્રગતિની ગતિ કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. આવો એક નજર કરીએ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની સફ પર.... 

2001
અફઘાનિસ્તાન ક્રિકેટ ફેડરેશનની સ્થાપના થઈ. અફઘાનિસ્તાન ટીમ પોતાના પ્રથમ પ્રવાસ પર પાકિસ્તાન ગઈ. હકીકતમાં પાકિસ્તાનના શરણાર્થિ કેમ્પમાં જ અફઘાન નાગરિકોએ ક્રિકેટનો કક્કો ભણવાનું શરૂ કર્યું હતું. 

2004
અફઘાનિસ્તાને એસીસી ટ્રોફીની ફાઇનલમાં ઓમાન વિરુદ્ધ ટાઇ મેચ રમી. બંન્ને ટીમોએ 151નો સ્કોર બનાવ્યો હતો. 

2008
આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝ 5 જીતી, આ સાથે શરૂ થઈ અફઘાનટીમની એસોસિએટ સભ્ય બનવાની સફર. ત્યાં સુધી વિશ્વને લાગવા લાગ્યું હતું કે આ ટીમમાં કંઇક મોટુ કરવાનો જુસ્સો અને જનૂન છે. 

2009
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને એકદિવસીય આંતરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો મળ્યો. પોતાના પ્રથમ વનડે મેચ તેણે સ્કોટલેન્ડ વિરુદ્ધ રમી જ્યાં તેણે 89 રનથી જીત હાસિલ કરી હતી. 

2010
આઈસીસી વર્લ્ડ ટી20 ક્વોલિફાયરમાં વિજય મેળવ્યો અને સાથે વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો. 

2013
આઈસીસીના એસોસિએટ સભ્ય તરીકે જગ્યા બનાવી. વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ સાથે અફઘાનિસ્તાને 2015 વિશ્વ કપ માટે પણ ક્વોલિફાઇ કર્યું. 

2015
અફઘાનિસ્તાનની ટીમે પોતાના પ્રથમ આઈસીસી વિશ્વ કપ (50 ઓવર) રમ્યો. આ ટૂર્નામેન્ટમાં તેણે સ્કોટલેન્ડ વિરુદ્ધ જીત મેળવી હતી. 

2016-17
આ દરમિયાન ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ એટલે કે ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે સત 11 જીત હાસિલ કરી. આ હજુ પણ એક રેકોર્ડ છે. 

2017
ફાઇનલમાં આયર્લેન્ડને હરાવીને તેણે ડેઝર્ટ ટી20 ટૂર્નામેન્ટ જીતી. 

જૂન 2018
ભારત વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી. બેંગલુરૂમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ સારૂ પ્રદર્શન ન કરી શકી અને તેણે હારનો સામનો કરવો પડ્યો. ભારતે તેને ઈનિંગ અને 262 રનથી હરાવ્યું હતું. 

સપ્ટેમ્બર 2018
એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમોને ટક્કર આપી. ભારત વિરુદ્ધ મેચ ટાઈ રહી. 

માર્ચ 2019
આયર્લેન્ડને હરાવીને પોતાની પ્રથમ ટેસ્ટ જીત મેળવી. આ મેચ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં રમાઇ હતી જે અફઘાનિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ છે. અફઘાનિસ્તાને આ મેચમાં 7 વિકેટથી વિજય મેળવ્યો હતો. 

વર્લ્ડ કપ 2019
આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ક્યારેક સારૂ પ્રદર્શન કર્યું પરંતુ તે કોઈ મેચ ન જીતી શકી. તેણે કેટલાક મેચમાં વિરોધી ટીમને પડકાર આપ્યો પરંતુ અંજામ સુધી ન પહોંચાડી શકી. 

સપ્ટેમ્બર 2019
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ જીત હાસિલ કરી. આ વિદેશી ધરતી પર અફઘાનિસ્તાનનો પ્રથમ ટેસ્ટ વિજય છે. આ મેચમાં અફઘાનિસ્તાને 224 રનથી જીત મેળવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news