ફરી સ્થગિત થશે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ? જાપાનના મંત્રીએ કહ્યું- ગમે તે થઈ શકે છે
કોનોનું નિવેદન સરકાર અને સ્થાનીક આયોજન સમિતિની સત્તાવાર સ્થિતિનું વિરોધાભાસી છે કારણ કે સરકાર અને આયોજન સમિતિ સતત નિવેદન આપી રહી છે કે ઓલિમ્પિક રમતોનું આયોજન થશે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત હશે.
Trending Photos
ટોક્યોઃ જાપાનના કેબિનેટ મંત્રી ટારો કોનોએ સ્થગિત થયેલા ટોક્યો ઓલિમ્પિકના સંબંધમાં કહ્યુ કે, 'ગમે તે' થઈ શકે છે, જેથી આયોજનને લઈને આશંકા વધુ વધી ગઈ છે. સ્થતિત થયેલ ટોક્યો ઓલિમ્પિકના આયોજનમાં છ મહિનાનો સમય બાકી છે.
કોનોનું નિવેદન સરકાર અને સ્થાનીક આયોજન સમિતિની સત્તાવાર સ્થિતિનું વિરોધાભાસી છે કારણ કે સરકાર અને આયોજન સમિતિ સતત નિવેદન આપી રહી છે કે ઓલિમ્પિક રમતોનું આયોજન થશે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત હશે. કોનોએ ઓલિમ્પિક રદ્દ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
તેમણે તે પણ કહ્યું કે, હાલમાં થયેલા સર્વેક્ષણમાં જાપાનમાં 80 ટકા લોકો વિચારે છે કે ઓલિમ્પિકનું આયોજન ન થવું જોઈએ કે આ આયોજન થશે નહીં. કોનોએ રોયટર્સ નેસ્ક્ટ કોન્ફરન્સમાં કહ્યુ, 'મારે કહેવુ છે કે ગમે તે સંભવ છે. તે (ઓલિમ્પિક ગેમ્સ)' ગમે તે તરફ જઈ શકે છે.
જાપાનમાં કોરોના વાયરસના નવા વધતા કેસને જોતા આપાત આદેશ જારી થયો છે. પરંતુ જાપાને અન્ય દેશોની તુલનામાં કોરોના વાયરસનો સારી રીતે સામનો કર્યો છે અને ત્યાં પર વાયરસથી આશરે 4,000 મોત થયા છે.
નક્કી કાર્યક્રમ પ્રમાણે ઓલિમ્પિક 23 જુલાઈથી શરૂ થશે ત્યારબાદ 24 ઓગસ્ટથી પેરાલોમ્પિક શરૂ થશે. ટોક્યો ઓલિમ્પિકના આયોજનોએ કોનોની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી નહીં પરંતુ તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ રમતોના આયોદન માટે પોતાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું, કોવિડ-19 મહામારીને લઈને પરિસ્થિતિ દરેક મિનિટે દબલી રહી છે. અમે આશા કરીએ કે જાપાનની સરકાર, ટોક્યો મેટ્રોપોલિટન સરકાર અને અન્ય અધિકારીઓ દ્વારા લાગૂ કરેલ ઉપાયો સ્થિતિને સુધારવામાં મદદ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે