IPL Auction 2019 : હરાજીમાં પસંદ કરાયેલી ત્રીજો કાશ્મીરી ક્રિકેટર બન્યો ડાર

ડાબા હાથનો આ ફાસ્ટ બોલર પરવેઝ રસૂલ અને મંજૂર ડાર બાદ કોઈપણ આઈપીએલ ટીમમાં જોડાનારો ત્રીજો કાશ્મીરી ક્રિકેટર છે. 

 IPL Auction 2019 : હરાજીમાં પસંદ કરાયેલી ત્રીજો કાશ્મીરી ક્રિકેટર બન્યો ડાર

નવી દિલ્હીઃ કિશોર ખેલાડી રસિક સલામ ડારને જયપુરમાં મંગળવારે થયેલી હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પસંદ કરાયા બાદ તેનું સપનું સાકાર થઈ ગયું છે. મુંબઈએ 17 વર્ષના આ ખેલાડીને 20 લાખ રૂપિયાના આધાર મૂલ્ય પર ખરીદ્યો હતો. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રહેતા ડારે કહ્યું, આ ખૂબ રોમાંચક ક્ષણ છે. હું મારી ભાવનાઓ પર કાબુ કરી શકતો નથી. મારા સપનું સાકાર થયું છે. 

ડાબોડી ફાસ્ટ બોલરે આ વર્ષે વિજય હજારે ટ્રોફીમાં લિસ્ટ-એ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે ઓક્ટોબરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. તે પરવેઝ રસૂલ અને મંજૂર ડાર બાદ કોઈપણ આઈપીએલ ટીમ સાથે જોડાનાર ત્રીજો કાશ્મીરી ક્રિકેટર છે. 

તો બીજીતરફ મુંબઈએ 23 વર્ષના પંકજ જાયસવાલને તેની બેઝ પ્રાઇઝ 20 લાખમાં લીધો છે. હિમાચલ પ્રદેશના આ ખેલાડીએ ગત રણજી સિઝન દરમિયાન 16 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસની બીજી ઝડપી અડધી સદી છે. પંકજે 27 ટી20 મેચોમાં 42 વિકેટ ઝડપી છે. 

16 વર્ષના લેગ સ્પિનર પ્રયાસ રે બર્મનને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે આ હરાજીમાં ખરીદવામાં આવેલો સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. બંગાળ તરફથી રમતા બર્મને અત્યાર સુધી લિસ્ટ-એમા 9 મેચોમાં 11 વિકેટ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news