IPL 2024: રાજસ્થાનને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું હૈદરાબાદ, KKR અને SRH વચ્ચે હવે ખિતાબી જંગ થશે
ક્વોલિફાયર 2 મેચમાં SRH ની ટીમ RRને 36 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે આપેલો ટાર્ગેટ રાજસ્થાન ચેઝ કરી શક્યું નહીં અને નિર્ધારિત 20 ઓવરમાં 139 રન જ કરી શક્યું. હવે ફાઈનલમાં કેકેઆર અને એસઆરએચ ટીમો વચ્ચે ખિતાબી જંગ થશે.
Trending Photos
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે આઈપીએલ 24 સીઝનની ક્વોલિફાયર 2 મેચ હૈદરાબાદ અને રાજસ્થાન ટીમો વચ્ચે રમાઈ. ક્વોલિફાયર 2 મેચમાં SRH ની ટીમ RRને 36 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે આપેલો ટાર્ગેટ રાજસ્થાન ચેઝ કરી શક્યું નહીં અને નિર્ધારિત 20 ઓવરમાં 139 રન જ કરી શક્યું. હવે ફાઈનલમાં કેકેઆર અને એસઆરએચ ટીમો વચ્ચે ખિતાબી જંગ થશે. ફાઈનલ મમેચ 26મી મેના રોજ આ જ મેદાન પર રમાશે.
હૈદરાબાદે આપ્યો 176 રનનો ટાર્ગેટ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 9 વિકેટના ભોગે નિર્ધારિત 20 ઓવરમાં 175 રન કર્યા. હૈદરાબાદ તરફથી વિકેટકિપર બેટર હેનરિક ક્લાસેને સૌથી વધુ 34 બોલમાં 50 રન કર્યા હતા. જેમાં ચાર છગ્ગા પણ સામેલ હતા. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 37 અને ટ્રેવિસ હેડે 34 રન કર્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટ, અને સંદીપ શર્માએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે આવેશ ખાનને 2 વિકેટ મળી હતી.
કડડડભૂસ થઈ રાજસ્થાનની બેટિંગ
176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમની શરૂઆત તો કઈક સારી રહી પરંતુ ત્યારબાદ કોઈ બેટર સેટ થઈ શક્યા નહીં. યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 42 રન કર્યા પરંતુ ત્યારબાદ ધ્રુવ જુરેલને બાદ કરતા કોઈ બેટર ટકી શક્યો નહીં. જુરેલે લડત આપતા 35 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 56 રન કર્યા. ટોમ કોહલર 16 બોલમાં 10 રન, સંજૂ સેમસન 11 બોલમાં 10 રન, રિયાન પરાગ 10 બોલમાં 6 રન, રવિચંદ્રન અશ્વિન 0 રન પર, શિમરોન હેટમાયર 10 બોલમાં 4 રન, રોવમન પોવેલ 12 બોલમાં 6 રન કરી આઉટ થઈ ગયા. રાજસ્થાન નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 139 રન કરી શક્યું અને હૈદરાબાદ 36 રનથી જીતી ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે