IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સે કરી મોટી જાહેરાત, આ ખેલાડી સંભાળશે ટીમની કમાન

Chennai Super Kings: આઈપીએલમાં દરેક ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સે ડ્વેન બ્રાવોનો સાથ છોડી દીધો છે. હવે ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓએ આગામી સીઝનમાં ટીમની કમાન કોણ સંભાળશે તેની પણ જાહેરાત કરી દીધી છે. 

IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સે કરી મોટી જાહેરાત, આ ખેલાડી સંભાળશે ટીમની કમાન

નવી દિલ્હીઃ IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સે આગામી વર્ષે રમાનાર આઈપીએલ 2023 સીઝન માટે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સે જાહેરાત કરી દીધી કે આ વિસ્ફોટક ક્રિકેટર આઈપીએલ 2023માં પોતાની ટીમની કમાન સંભાળશે. ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કેએસ વિશ્વનાથને સ્પષ્ટ કર્યુ કે ભારતનો પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટર મહેન્દ્ર સિંહ ધોની IPL 2023 સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે. વિશ્વનાથને સીએસકે ટીવીને જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે ધોનીના નેતૃત્વમાં ટીમ આગામી સીઝનમાં સારૂ પ્રદર્શન કરશે. 

ચેન્નઈ સુપર કિંગ્સે આપ્યું મોટું નિવેદન
2023 આઈપીએલ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે રિટેન અને રિલીઝ ખેલાડીઓની જાહેરાતના એક દિવસ બાદ વિશ્વનાથને કહ્યુ- બધા જાણે છે કે એમએસ ધોની ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે અને તે ટીમ માટે પોતાનું શાનદાર યોગદાન આપશે. સુપર કિંગ્સે ડ્વેન બ્રાવો, એડન મિલ્ને, ક્રિસ જોર્ડન, એન જહદીસન, સી હરિ નિશાંત, કે ભગત વર્મા, કેએમ આસિફ અને રોબિન ઉથપ્પાને રિલીઝ કરી દીધા છે, જેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 

ચેન્નઈને ધોની પર વિશ્વાસ
વિશ્વનાથને કહ્યુ કે ચેન્નઈના ઘણા વિજયી અભિયાનોમાં સામેલ રહેલા ખેલાડીઓને રિલીઝ કરવા મુશ્કેલ છે, ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ સાથે ભાવુક છે. વિશ્વનાથને કહ્યુ- જ્યાં સુધી રિટેન કરવાનો સવાલ છે તો આ એક કઠિન નિર્ણય છે. જેમ તમે જાણો છો કે સીએસકે પોતાના ખેલાડીઓની સાથે ભાવુક રહ્યું છે અને તે પણ ફ્રેન્ચાઇઝી માટે આટલું સારૂ યોગદાન આપી રહ્યાં છે. અમારા માટે રિલીઝ કરવાનો નિર્ણય કરવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. 

ચાર વખત ચેમ્પિયન બની ચુકી છે CSK
વિશ્વનાથને તે પણ આશા વ્યક્ત કરી કે બે લાંબા વર્ષો બાદ સીએસકેને અંતે પોતાના ઘરેલૂ મેદાન એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવાની તક મળશે. ચેન્નઈ સુપર કિંગ્સે 2021માં સંયુક્ત અરબ અમીરાતમાં પોતાનું ચોથુ ટાઈટલ જીત્યું હતું. વર્ષ 2022માં ચેન્નઈની ટીમ 4 જીત સાથે ટેબલમાં નવમાં સ્થાને રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news