IPL 2022: સતત ચોથી હાર બાદ રોહિત થયો લાલચોળ, મુંબઇના આ પ્લેયર્સ થયા પરેશાન!

IPL 2022 ના 18 મા મુકાબલામાં આરસીબીએ મુંબઇ ઇન્ડીયન્સ સામે એક સારી જીત નોંધાવી છે. આ મેચમાં આરસીબીએ 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી છે. મુંબઇને આ વર્ષે સતત ચોથા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બાદ કેપ્ટન રોહિત પોતાની જ ટીમના કેટલાક ખેલાડીઓ પર ભડક્યા છે. રોહિતે આ મેચ બાદ એક મોટું નિવેદન આપ્યું છે. 

IPL 2022: સતત ચોથી હાર બાદ રોહિત થયો લાલચોળ, મુંબઇના આ પ્લેયર્સ થયા પરેશાન!

મુંબઇ: IPL 2022 ના 18 મા મુકાબલામાં આરસીબીએ મુંબઇ ઇન્ડીયન્સ સામે એક સારી જીત નોંધાવી છે. આ મેચમાં આરસીબીએ 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી છે. મુંબઇને આ વર્ષે સતત ચોથા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બાદ કેપ્ટન રોહિત પોતાની જ ટીમના કેટલાક ખેલાડીઓ પર ભડક્યા છે. રોહિતે આ મેચ બાદ એક મોટું નિવેદન આપ્યું છે. 

પોતાના ખેલાડીઓ પર ભડક્યા રોહિત
આઇપીએલની શરૂઆતની ચાર મેચોમાં સતત ચોથી વાર હારનો સામનો કરનાર મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેમની ટીમને બેટીંગમાં ખૂબ સુધારો કરવો પડૅશે. મુંબઇએ પહેલાં બેટીંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા પરંતુ આરસીબીએ 9 બોલ બાકી રહેતા ત્રણે વિકેટના નુકસાન પર લક્ષ્ય પ્રાપ્ત કર્યો. મુંબઇનો સ્કોર એક સમયે એકપણ વિકેટના નુકસાન વિના 50 રન હતો પરંતુ ટીમે 62 રન સુધી પાંચ વિકેટ ગુમાવી દીધી જેમાં ત્રણ વિકેટ તો 62 ના સ્કોર પર પડી ગઇ. 

રોહિતે સ્વિકારી પોતાની ભૂલ
રોહિતે મેચ બાદ સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે હું વધુમાં વધુ સમય સુધી બેટીંગ કરવા માંગતો હતો પરંતુ ખોટા સમયે આઉટ થઇ ગયો. અમે 50 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ખોટા સમયે આઉટ થવાનું મને થોડું દુખ થઇ રહ્યું છે. આ ઉપરાંત રોહિતે સ્વિકાર્યું કે આ મેચમાં તેમની ટીમની બેટીંગ એકદમ નબળી રહી. રોહિતે ટીમના બેટ્સમેનને આ મેચના અસલી વિલન ગણાવ્યા. 

ઓછા સ્કોરમાં સમેટાઇ ગઇ મુંબઇની ટીમ
સૂર્યકુમાર યાદવની 37 બોલમાં અણનમ 68 રનની ઇનિંગના દમ પર મુંબઇ ઇન્ડીયન્સે 150 રનના સ્કોરને પાર કર્યો પરંતુ ટીમના અન્ય બેટ્સમેન કંઇ ખાસ યોગદાન આપી શક્યા નહી. રોહિતે કહ્યું કે 'નિશ્વિત રૂપથી આ પિચ માટે 150 રન પુરતા હતા. સૂર્યાએ અમને બતાવ્યું કે જો તમે ભાગીદારીથી બેટીંગ કરો છો તો તમે આમ કરી શકો છો. તેમણે કહ્યું કે હું સૂર્યાને શ્રેય આપવા માંગીશ, પરંતુ અમે જાણીએ છીએ કે આ પર્યાપ્ત નથી. અમે ઇચ્છતા હતા કે બેટ્સમેન લાંબી ઇનિંગ રમે. જો તમે મોટો સ્કોર ઉભો કરો છો તો બોલરો પાસે વધુ તક હો છે. 

રોહિતે આરસીબીની કરી પ્રશંસા
રોહિતે કહ્યું કે આરસીબીના બેટ્સમેન સમજી વિચારીને બેટીંગ કરી. અમારે અમારી બેટીંગમાં સુધારો કરવાની જરૂર છે. આરસીબી માટે 66 રનની શાનદાર ઇનિંગ રમનાર અનુજ રાવત મેન ઓફ ધ મેચ રહ્યા. તેમણે શરૂઆતી મેચમાં નિષ્ફળ રહ્યા બાદ પણ સમર્થન કરવા માટે સીનિયર ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો.  
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news