IPL 2020, RCBvsKXIP: રાહુલની સદી બાદ બોલરોનું દમદાર પ્રદર્શન, પંજાબનો 97 રને વિજય


કેપ્ટન કેએલ રાહુલની આકર્ષક સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની બીજી મેચમાં આરસીબીને 97 રને પરાજય આપ્યો છે. 

IPL 2020, RCBvsKXIP: રાહુલની સદી બાદ બોલરોનું દમદાર પ્રદર્શન, પંજાબનો 97 રને વિજય

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની છઠ્ઠી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 97 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે કેએલ રાહુલની (132*) સદીની મદદથી 20 ઓવરમાં 3 વિકેટે 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 17 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

207 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી આરબીસીને પ્રથમ ઝટકો માત્ર 2 રનના સ્કોર પર લાગ્યો જ્યારે દેવદત્ત પડીક્કલ 1 રન બનાવીને શેલ્ડન કોટ્રેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જોશ ફિલિપને મોહમ્મદ શમીએ એલબી આઉટ કરીને બીજો ઝટકો આપ્યો હતો. ટીમને ત્રીજો ઝટકો કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો, જે કોટ્રેલના બોલ પર 1 રન બનાવી કેચાઉટ થયો હતો. 

કેપ્ટન કોહલી બાદ ફિન્ચને રવિ બિશ્નોઈએ પોતાનો શિકાર બન્યો હતો. ફિન્ચે 21 બોલમાં 20 રન બનાવ્યા હતા. એબી ડિવિલિયર્સ 28 રન બનાવી બિશ્નોઈનો શિકાર બન્યો હતો. વોશિંગટન સુંદરે 30 રન બનાવ્યા, તેની ઈનિંગનો અંત પણ યુવા સ્પિનર બિશ્નોઈએ કર્યો હતો. નવદીપ સૈનીએ 6 રન બનાવ્યા હતા. 
કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી સ્પિનર રવિ બિશ્નોઈ અને મુરુગન અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય શેલ્ડન કોટ્રેલને 2 તથા મેક્સવેલ અને શમીને એક-એક સફળતા મળી હતી. 

પંજાબની ઈનિંગ, કેપ્ટન રાહુલની સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબને કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત આપી હતી. બંન્નેએ 6 ઓવરમાં 50 રન જોડ્યા હતા. પરંતુ સાતમી ઓવરમાં ચહલે મયંકને બોલ્ડ કર્યો હતો. મયંક 20 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. ટીમને બીજો ઝટકો પૂરનના રૂપમાં લાગ્યો જે 17 રન બનાવી દુબેનો શિકાર બન્યો હતો. 

પંજાબને ત્રીજો ઝટકો ગ્લેન મેક્સવેલના રૂપમાં લાગ્યો જે 5 રન બનાવી શિવમનો શિકાર બન્યો હતો. રાહુલે આરસીબી વિરુદ્ધ આ મેચમાં 36 બોલમાં અડધી સદી પૂરી કરી, ત્યારબાદ તેને જીવનદાન પણ મળ્યા હતા. કેએલ રાહુલે 62 બોલમાં સદી પૂરી કરી અને 69 બોલમાં 132 રન બનાવી અણનમ રહ્યો હતો. રાહુલે આ દરમિયાન 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news