IPL 2020 પ્રથમ ઇનિંગ: MI vs KKR, મુંબઇ ઇન્ડિયન્સે કેકેઆરને આપ્યો 196 રનનો ટાર્ગેટ
આઇપીએલ સિઝન 13 (IPL 13)ની 5મી મેચમાં આજે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. આ મુકાબલો અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર ચાલી રહી છે.
Trending Photos
અબુધાબી: આઇપીએલ સિઝન 13 (IPL 13)ની 5મી મેચમાં આજે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. આ મુકાબલો અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર ચાલી રહી છે. કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકએ ટોસ જીતીને પહેલાં બોલીંગનો નિર્ણય કર્યો છે. મુંબઇ જેના આધાર પર મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોહિત સહ્ર્માની 80 (54) રનોની દમદાર ઇનિંગના દમ પર 20 ઓવરમાં 195-5 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. એવામાં હવે કેકેઆરને મેચ જીતવા માટે 196 રનનો ટાર્ગેટ પાર કરવાનો છે. કેકેઆર તરફથી સૌથી વધુ 2 વિકેટ ભારતીય બોલર શિવમ માવીએ લીધી.
મુંબઇ ઇન્ડિયન્સએ કેકેઆરને આપ્યો 196 રનનો ટાર્ગેટ
ટોસ હારીને પહેલા બેટીંગ કરતાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 195 રનનો સ્કોર બનાવી કલકત્તા નાઇટ રાઇડર્સને 196 રનનો ટાર્ગેટ આપ્યો.
હાર્દિક પંડ્યા થયો આઉટ
મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન હાર્દિક પંડ્યા દુર્ભાગ્યપૂર્ણ રીતે આંદ્રે રસેલના બોલ પર હિટ વિકેટ થઇ ગયો. હાર્દિક પંડ્યાએ 18 રનની ઇનિંગ રમી.
રોહિત શર્મા આઉટ
હિટમેન રોહિત શર્માની સારી અને તાબડતોડ લયમાં બોટીંગ કરી રહ્યા હતા, પરંતુ કેકેઆરના પેસર શિવમ માવીએ રોહિતને આઉટ કર્યો. રોહિત શર્માએ 54 બોલમાં 80 રન બનાવીને આઉટ.
સૌરભ તિવારી આઉટ
મોટા સ્કોર તરફ આગળ વધી રહેલી મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી છે. સૌરભ તિવારીને કેકેઆરના ફિરકી બોલર સુનીલ નરેનએ 24 રન પર આઉટ કર્યો.
આઇપીએલમાં રોહિતના નામે 200 સિક્સર
હિટમેન રોહિત શર્માએ આ મેચમાં 6 સિક્સર ફટકારી પોતાના આઇપીએલ કેરિયરમાં 200 સિક્સર પુરી કરી અને આ કારનામામાં તે મહેન્દ્ર ધોની બાદ બીજા ભારતીય છે.
રોહિત શર્માએ પુરા કર્યા પચાસ
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઉમદા રમત રમતાં પોતાની આઇપીલ કેરિયરમાં 37મી ફીફ્ટી પુરી કરી.
સૂર્યકુમાર યાદવ રન આઉટ
સારી શરૂઆત બાદ હવે મુંબઇ ઇન્ડિયન્સને બીજો ઝટકો લાગ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવ 47 રન બનાવી રન આઉટ થઇ ગયા.
10 ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સ 94 ને પાર
મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની સારી રમતના દમ પર કેકેઆર વિરૂદ્ધ પહેલી 10 ઓવરમાં 94 રન બનાવ્યા.
પાવર પ્લેમાં મુંબઇ ઇન્ડિયન્સએ બનાવ્યા 59 રન
પહેલી વિકેટ જલદી આઉટ થયા બાદ મુંબઇ ઇન્ડિયને પાવર પ્લેમાં શાનદાર રમત બતાવી. ટીમે પહેલી 6 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર તાબડતોડ 59 રન બનાવ્યા.
રોહિત ખાલી હાથ
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન અને ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ઇનિંગની ચોથી ઓવરમાં કેકેઆરના ફાસ્ટ બોલર પૈટ કમિન્સ પર પુલ શોટ્સ પર બે લાંબી સિક્સર ફટકારી. તમને જણાવી દઇએ કે મેચમાં હિટમેનની ત્રીજી સિક્સ રહી.
વોરિયર પર યાદવે ફટકાર્યા 4 ચોગ્ગા
મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ત્રીજી ઓવર 4 ચોગ્ગા ફટકાર્યા.
ક્વિંટન ડીકોક થયો આઉટ
ઇનિંગની શરૂઆતમાં જ મુંબઇ ઇન્ડિયન્સને પહેલો ઝટકો ક્વિંટન ડીકોકના રૂપમાં લાગ્યો છે. ક્વિંટન ડીકોકને કેકેઆરના પેસર શિવમ માવીએ આઉટ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે