IPL 2019, SRHvRR: આજે હૈદ્વાબાદ અને રાજસ્થાન ટકરાશે, આ છે બંને ટીમોની પ્લેઇંગ- XI
Trending Photos
હૈદ્વાબાદ: સનરાઇઝર્સ હૈદ્વાબાદ (SRH) આજે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ના 12મા સીઝનના જૂના બીજા મુકાબલામાં હૈદ્વાબાદમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. બંને ટીમોને આ સીઝન પોતાના પહેલાં મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદ્વાબાદને કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબ સામે માત મળી હતી.
રાજસ્થાનના બેટ્સમેન જોસ બટલર પંજાબના કેપ્ટન રવિચંદ્વન અશ્વિનની સાથે માંકડ વિવાદને પાછળ છોડીને હવે પોતાની બેટીંગ પર ધ્યાન લગાવવા માંગે છે. ટીમ પંજાબ વિરૂદ્ધ અંતિમ ચાર ઓવરમાં 39 રન પણ બનાવી શક્યા ન હતા.
ઠીક આ પ્રકારે હૈદ્વાબાદની ટીમે પણ પોતાના ગત મુકાબલામાં પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરની વિસ્ફોટક બેટીંગના દમ પર 181 રનનો સ્કોર બનાવ્યો હતો પરંતુ આંદ્વ રસેલના 19 બોલમાં બનાવ્યા હતા 49 રનની અણનમ ઇનિંગને આગળ હૈદ્વાબાદના બોલર આ સ્કોરનો બચાવ કરી શક્યા ન હતા.
બંને ટીમ ગત પ્રદર્શનને ભૂલાવીને હવે એક નવી શરૂઆત કરવા માંગશે. જ્યાં એક તરફ હૈદ્વાબાદને પોતાની બોલીંગમાં સુધાર કરવાની જરૂરિયાત છે તો રાજસ્થાનને પોતાને બેટીંગમાં સુધારો કરવો પડશે. રાજસ્થાનને ફક્ત બટલર અને કેપ્ટન અજિંક્ય રહાણે ઉપર નિર્ભર રહેવું નહી પડે. ટીમ માટે આ મહત્વપૂર્ણ છે કે તેના બધા બેટ્સમેન પોતાનું યોગદાન આપે.
મેચ પહેલાં બધાની નજરો હૈદ્વાબાદના નિયમિત કેપ્ટન વિલિયમ્સન પર ટકેલી રહેશે, જે ઇજા બાદ પરત થઇ રહ્યા છે. વિલિયમ્સન પહેલી મેચમાં મેદાન પર ઉતર્યા ન હતા અને તેમની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમારે ટીમની કેપ્ટનશિપ કરી હતી. ટીમને હવે વિલિયમ્સનના પરત ફરવાની આશા છે.
સંભવિત પ્લેઇંગ- XI:
હૈદ્વાબાદ: ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન/જોની બેયરસ્ટો, વિજય શંકર, યૂસૂફ પઠાણ, મનીષ પાંડેય, દીપક હુડ્ડા, શાકિબ અલ હસન, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલ.
રાજસ્થાન: અંજિક્ય રહાણે (કેપ્ટન), જોસ બટલર, સંજૂ સૈમસન, સ્ટીવ સ્મિથ, બેન સ્ટાક્સ, રાહુલ ત્રિપાઠી, કૃષ્ણપ્પા ગૌતમ, શ્રેયસ ગોપાલ, જોફારા આર્ચર, ઇશ સોઢી, જયદેવ ઉનડકટ અને ધવલ કુલકર્ણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે