IND vs WI: ભારત સફાઇ, તો બરાબરી કરવાના ઈરાદાથી ઉતરશે વેસ્ટ ઈન્ડિઝ
ભારતીય ટીમ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ શુક્રવારથી હૈદરાબાદમાં રમાશે.
Trending Photos
હૈદરાબાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીનો બીજો અને અંતિમ મેચ શુક્રવારથી હૈદરાબાદમાં રમાશે. ઘરેલૂ મેદાન પર ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને આ મેચમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. તો કેરેબિયન ટીમનો પ્રયત્ન શ્રેણીમાં બરોબરી કરવાનો રહેશે.
ભારતે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ ઈનિંગ અને 272 રનના રેકોર્ડ અંતરથી જીત્યો હતો. બીજી ટેસ્ટ પહેલા વેસ્ટ ઈન્ડિઝ માટે સારા સમાચાર નથી. ટીમના કેપ્ટન જેસન હોલ્ડર 100 ટકા ફિટ નથી તથા તેના એકમાત્ર ઉપયોગી ફાસ્ટ બોલર શૈનન ગૈબ્રિયલનું રમવું શંકાસ્પદ છે.
ભારતે બીજી તરફ પ્રથમ ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં જીતનારી પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમ તો ભારત માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસને ધ્યાનમાં રાખતા એકતરફો મુકાબલો આદર્શન નહીં રહે. આ પહેલા ભારતે 2011માં વેસ્ટ ઈન્ડિઝને એકતરફી શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેણે 4-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે 2013માં ભારતે બંન્ને ટેસ્ટ મેચ ત્રણ દિવસની અંદર જીતી લીધી પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં તેનો કોઈ ફાયદો ન મળ્યો અને ભારતે શ્રેણી ગુમાવી હતી. તેનાથી ખ્યાલ આવે કે વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમ છેલ્લા ઘણા વર્ષોથી પ્રતિસ્પર્ધી નથી રહી જે ભારતીય ટીમને મજબૂત પડકાર આપી શકે.
ભારત આમ પણ પોતાની ધરતી પર સારૂ પ્રદર્શન કરે છે. 18 વર્ષના પૃથ્વીએ પર્દાપણ મેચમાં સદી ફટકારીને તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું પરંતુ કોહલીની ઈનિંગ તે રીતે બેજોડ હતી કારણ કે તેણે દેખાડ્યું કે કઈ રીતે એક અન્ય પડકાર માટે પોતાને તૈયાર કરવાના હોય છે.
વેસ્ટ ઈન્ડિઝની બોલિંગની તુલના ભારતની કોઈ નબળી પ્રથમ શ્રેણીની ટીમ સાથે કરી શકાય છે. તે દમ વગરની છે અને તેથી ભારતને મોટો સ્કોર કરવામાં કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ જ્યારે પિચ પણ તેને અનુરૂપ લાગે છે. ભારત માટે એકમાત્ર ચિંતાનો વિષય રહાણેનું ફોર્મ છે જે છેલ્લા 14 મહિનાથી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી. તે ઓસ્ટ્રેલિયાની શ્રેણી પહેલા ફોર્મમાં પરત ફરવા માટે પ્રયત્ન કરશે.
કેએલ રાહુલ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે અને તેને આ મેચમાં રાખવાનો અર્થ છે કે ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલા પ્રથમ ટેસ્ટમાં રાહુલ-શોની ઓપનિંગ જોડી સાથે ઉતરવા ઈચ્છે છે. શાર્દુલ ઠાકુર 12માં ખેલાડીની ભૂમિકામાં રહેશે. શમી અને ઉમેશ પણ આ તકનો લાભ ઉઠાવવા ઈચ્છશે કારણ કે, તેને વનડે ટીમમાં તક મળવાની સંભાવના નથી. જ્યાં સુધી વેસ્ટ ઈન્ડિઝનો સવાલ છે તો તે ભારતને પડકાર આપવાનો પ્રયત્ન કરશે. પ્રથમ ટેસ્ટમાં માત્ર પોવેલ અને રોસ્ટન ચેઝ ભારતીય આક્રમણનો કેટલાક સમય સુધી સામનો કરી શક્યા હતા. તેના બેટ્સમેનોએ ધૈર્ય રાખવાની જરૂર છે જે પ્રથમ મેચમાં ન દેખાયું હતું.
ટીમ આ પ્રકારે છેઃ ભારત (અંતિમ 12): વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂરાજા, અજ્કિંય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર.
વેસ્ટ ઈન્ડિઝઃ જેસન હોલ્ડર (કેપ્ટન), સુનીલ એમ્બ્રિસ, દેવેન્દ્ર વિશૂ, ક્રેગ બ્રૈથવેટ, રોસ્ટન ચેઝ, શેન ડોવરિચ, શૈનન ગૈબ્રિયલ, જહમર હેમિલ્ટન, શિમરોન હેટમાયરષ સાઈ હોપ, અલજારી જોસેફ, કીમો પોલ, કીરેન પોવેલ, કેમાર રોચ અને જોમેલ વારિકન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે