CWG 2022: અમિત પંઘાલનો ગોલ્ડન પંચ, ઈંગ્લેન્ડના બોક્સરને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ

commonwealth games 2022: રવિવારે ભારતના ખાતામાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ સહિત ત્રણ મેડલ આવી ગયા છે. ભારતના બોક્સર અમિત પંઘાલે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. તો મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

CWG 2022: અમિત પંઘાલનો ગોલ્ડન પંચ, ઈંગ્લેન્ડના બોક્સરને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતના ખાતામાં ત્રીજો મેડલ આવી ગયો છે. ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે 48-51 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. અમિત પંઘાલે ફાઈનલમાં ઈંગ્લેન્ડના બોક્સર કિયારન મેકડોનાલ્ડને હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. રવિવારે બોક્સિંગમાં આ ભારતનો બીજો ગોલ્ડ છે. આ પહેલા મહિલા બોક્સર નીતૂ ઘંઘાસે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. અમિત પંઘાલે ઈંગ્લેન્ડના બોક્સરને 5-0થી પરાજય આપ્યો છે. 

ભારતની મહિલા બોક્સરને ગોલ્ડ મેડલ
બોક્સિંગમાં 45-48 કિલોગ્રામ વર્ગમાં ભારતની મહિલા બોક્સર નીતૂ ઘાંઘસે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. નીતૂએ ફાઈનલમાં ઈંગ્લેન્ડની ડોક્ટરને પરાજય આપ્યો હતો. નીતૂએ ઈંગ્લેન્ડની મહિલા બોક્સર વિરુદ્ધ 5-0થી જીત મેળવી હતી. 

ભારતે અત્યાર સુધી 15 ગોલ્ડ જીત્યા
જો મેડલ ટેલીને જોવામાં આવે તો ભારત પાંચમાં સ્થાને છે. નીતૂ અને અમિતના ગોલ્ડ સાથે ભારતના ગોલ્ડ મેડલોની સંખ્યા 15 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધી 11 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ પણ કબજે કર્યા છે. ભારતના નામે કુલ 43 મેડલ છે. 

ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓની યાદી-
સંકેત સરગર - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ગુરુરાજા પૂજારી - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
મીરાબાઈ ચાન - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
બિંદ્યારાણી દેવી - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
જેરેમી લાલરિનુંગા - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
અચિંત શુલી - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
સુશીલા દેવી - સિલ્વર મેડલ, જુડો
વિજય કુમાર યાદવ - બ્રોન્ઝ મેડલ, જુડો
હરજિન્દર કૌર - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય મહિલા ટીમ - ગોલ્ડ મેડલ, લૉન બૉલ્સ
વિકાસ ઠાકુર - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય પુરૂષ ટીમ - ગોલ્ડ મેડલ, ટેબલ ટેનિસ
ભારતીય મિશ્ર ટીમ - સિલ્વર મેડલ, બેડમિન્ટન
લવપ્રીત સિંહ - બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ
સૌરવ ઘોષાલ - બ્રોન્ઝ મેડલ, સ્ક્વોશ
તુલિકા માન - સિલ્વર મેડલ, જુડો
ગુરદીપ સિંહ - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
તેજસ્વિન શંકર - બ્રોન્ઝ મેડલ, લાંબી કૂદ
મુરલી શ્રીશંકર - સિલ્વર મેડલ, લાંબી કૂદ
સુધીર - ગોલ્ડ મેડલ, પેરા પાવરલિફ્ટિંગ
અંશુ મલિક - સિલ્વર મેડલ, કુસ્તી
બજરંગ પુનિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
સાક્ષી મલિક - ગોલ્ડ મેડલ, કુસ્તી
દીપક પુનિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
દિવ્યા કકરાન - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહિત ગ્રેવાલ - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
પ્રિયંકા ગોસ્વામી - સિલ્વર મેડલ, રેસ વોક
અવિનાશ સાબલે - સિલ્વર મેડલ, સ્ટીપલચેઝ
ભારતીય પુરુષ ટીમ - સિલ્વર મેડલ, લૉન બાઉલ
જાસ્મીન લેમ્બોરિયા - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
પૂજા ગેહલોત - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રવિ કુમાર દહિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
વિનેશ ફોગાટ - ગોલ્ડ મેડલ, કુસ્તી
નવીન - ગોલ્ડ મેડલ, કુસ્તી
પૂજા સિહાગ - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહમ્મદ હુસામુદ્દીન - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
દીપક નેહરા - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રોહિત ટોકસ - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
સોનલબેન પટેલ - બ્રોન્ઝ મેડલ, પેરા ટેબલ ટેનિસ
ભાવિના પટેલ - ગોલ્ડ મેડલ, પેરા ટેબલ ટેનિસ
મહિલા હોકી ટીમ- બ્રોન્ઝ મેડલ
નીતૂ ઘાંઘસ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
અમિત પંઘાલ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news