Tokyo Olympics 2020: ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે. હજુ જો કે મેડલની આશા જીવંત છે. 

Tokyo Olympics 2020: ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું

ટોકિયો: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે. હજુ જો કે મેડલની આશા જીવંત છે. મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે. જણાવવાનું કે ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ શરૂઆત ખુબ સરસ રીતે કરી હતી. શરૂઆતની મિનિટોમાં જ ભારત તરફથી ગુરજીત સિંહે ગોલ કરી નાખ્યો હતો. ગોલ બાદ આર્જેન્ટિનાએ ખુબ જ એટેકિંગ રમત રમી પરંતુ ભારતીય ટીમ પણ શાનદાર ડિફેન્સ કરતી રહી અને આર્જેન્ટિનાને કોઈ તક આપી નહીં. બીજા ક્વાર્ટરની શરૂઆતથી જ આર્જેન્ટિનાની ટીમ એટેક પર હતી અને એક તક ગુમાવ્યા બાદ તેમણે પહેલો ગોલ કરી નાખ્યો અને સ્કોર બરાબરી પર લાવી દીધો. 

ત્રીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતા પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ગોલ કર્યો. ટીમ ઈન્ડિયા સતત ગોલ કરવાનો મોકો શોધતી હતી પરંતુ આર્જેન્ટિનાએ ખુબ જ સારું ડિફેન્સ કર્યું. ટીમ ઈન્ડિયાની કોશિશ સતત ચાલુ જ રહી. પરંતુ છેલ્લે આર્જેન્ટિના 2-1થી મેચ જીતી ગઈ.

 ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાની સફર
કેપ્ટન રાની રામપાલના નેતૃત્વવાળી મહિલા ટીમે ગ્રુપ મેચોમાં વિશ્વની નંબર-1 ટીમ નેધરલેન્ડ સામે 1-5, જર્મની વિરુદ્ધ 0-2 અને ગ્રેટ બ્રિટન સામે 1-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

— ANI (@ANI) August 4, 2021

પરંતુ પછી જે ફોર્મમાં આવી ગઈ ટીમ, તેણે આયર્લેન્ડને 1-0થી હરાવ્યું, ત્યારબાદ દક્ષિણ આફ્રીકાને 4-3થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી. પછી ગ્રેટ બ્રિટને આયરલેન્ડને હરાવતા ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ. ક્વાર્ટર ફાઈનલમાં વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને ઈતિહાસ બનાવી નાખ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news