કૉમનવેલ્થ ગેમ્સ 2022નો બહિષ્કાર કરવો કે નહીં, નિર્ણય લેશે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન
રમતોના બહિષ્કાર કરવાના મુદ્દા પર આઈઓએએ રમત મંત્રાલય પાસે પણ પોતાનું વલણ માગ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ની કાર્યકારી પરિષદ સપ્ટેમ્બરમાં બેઠક કરીને તે નિર્ણય લેશે કે તેણે 2022 રાષ્ટ્રમંડળ ગેમ્સ (Commonwealth Games)મા ભાગ લેવો છે કે નહીં. ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાનારી રાષ્ટ્રમંડળ ગેમ્સમાંથી શૂટિંગને હટાવવાને કારણે આઈઓએએ કહ્યું હતું કે, તે આ રમતમાં ભાગ લેશે નહીં.
આઈઓએના મહાસચિવ રાજીવ મેહતાએ કહ્યું, 'ઘણા ખેલાડીઓએ કહ્યું કે, આ રમતમાં રમવું તેનો અધિકાર છે અને અમે તેના પર ધ્યાન આપ્યું છે. કાર્યકારી પરિષદ આગામી મહિને બેઠક કરશે અને આ મુદ્દા પર નિર્ણય લેશે.'
રમતનો બહિષ્કાર કરવાના મુદ્દા પર આઈઓએએ રમત મંત્રાલય પાસે પણ તેનું મંતવ્ય માગ્યું છે.
આ પહેલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિંદ્રા અને રેસલર સાક્ષી મલિક જેવા ઘણા ખેલાડીઓએ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવાનો કોઈ વિકલ્પ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે