India vs New Zealand : મેચના હીરો બની ગયેલા શાર્દુલ ઠાકુરનું મોટું નિવેદન, કહ્યું કે...
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરિઝ રોમાંચની ચરમસીમાએ પહોંચી ગઈ છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટી20 મેચ ટાઈ થઈ ગઈ હતી અને પરિણામ માટે સુપરઓવર રમવાની ફરજ પડી હતી.
Trending Photos
નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરિઝ રોમાંચની ચરમસીમાએ પહોંચી ગઈ છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટી20 મેચ ટાઈ થઈ ગઈ હતી અને પરિણામ માટે સુપરઓવર રમવાની ફરજ પડી હતી. સિરિઝની ચોથી મેચ પણ ત્રીજી મેચની જેમ જ ટાઇ થઈ ગઈ છે. એક સમયે એવું લાગતું હતું ભારત મેચ હારી જશે પણ શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને બાજી પલટી નાખી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડને જીત માટે છેલ્લી ઓવરમાં સાત રન જોઈતા હતા. આ ઓવરમાં શાર્દુલ ઠાકુરે બોલિંગ કરી હતી. તેણે આ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને મેચ ટાઇ થઈ ગઈ હતી.
આમ, આ રીતે શાર્દુલ ઠાકુરે આ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને મેચ ટાઈ થઈ ગઈ. આ પછી સુપર ઓવર રમવામાં આવી. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરી અને 13 રન બનાવ્યા. આના જવાબમાં ભારતે પાંચ બોલમાં 16 રન બનાવીને મેચ જીતી લીધી. સુપર ઓવરમાં ભારત માટે કે.એલ. રાહુલે ત્રણ બોલમાં 10 રન બનાવ્યા. મેચના હિરો સાબિત થયેલા શાર્દુલ ઠાકુરે બોલિંગ અને બેટિંગ બંનેમાં જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. શાર્દુલે 15 બોલમાં બે ફોરની મદદથી 20 રનની ઇનિંગ રમી હતી અને બોલિંગમાં પણ કમાલ દર્શાવીને બે વિકેટ લીધી હતી.
આ મેચ પછી શાર્દુલે કહ્યું હતું કે ''મેચનું આનાથી વધારું સારું પરિણામ ન હોઈ શકે. આની પહેલાની મેચમાંથી અમે શીખ્યા હતા કે આાશા ક્યારેય છોડવી ન જોઈએ. જો હું ડોટ બોલ નાખું કે પછી મને વિકેટ મળે તો એનો દબાણ પ્રતિસ્પર્ધી ટીમ પર પડે જ છે. ઇનિંગની મધ્યમાં સારી પાર્ટનરશીપની જરૂર હોય છે. આશા છે કે નેકસ્ટ ટાઇમ હું વધારે સારી રીતે પફોર્મ કરીશ.''
ટીમ ઈન્ડિયા : વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની, સંજૂ સેમસન.
ન્યૂઝીલેન્ડ ટીમ : માર્ટિન ગુટ્પિલ, કોલિન મુનરો, રોસ ટેલર, ટોમ બ્રુસ, ડેરિલ મિશેલ, ટિમ શિફર્ટ, મિશેલ સેંટનર, સ્કોટ કુગલિન, ટિમ સાઉથી, ઈશ સોઢી, હામિશ બેનેટ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે