ચોથી ટેસ્ટમાં શરમજનક હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કર્યા ઈંગ્લેન્ડની ટીમના વખાણ
વિરાટને જ્યારે ભારતીય ટીમની હારનું મુખ્ય કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ઓપનિંગ જોડીએ અમને નિરાશ કર્યા હતા. ટોપ ઓર્ડરની અસફળતાના કારણે મેચ હારી ગયા હતા.
Trending Photos
સાઉથમ્પટન: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં હારનું કારણ ઓપનિંગ બેસ્ટમેનની અસફળતા ગણાવી હતી. જ્યારે હાર બાદ પણ વિરાટ કોહલીએ ખેલ ભાવનાઓનો જોરદાર પરિચય આપતા ટીમ ઇન્ડિયાની ખામી અને ઈંગ્લેન્ડની ખૂબીઓ પર વિસ્તારથી વાત કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ભારતની સરખામણીએ ઈંગ્લેન્ડ કઠિન પરિસ્થિતીઓ વધારે પ્રમાણમાં હતી.જ્યારે ચોથા ટેસ્ટમાં બંન્ને પક્ષો વચ્ચે આ જ અંતર હતું. જેના કરાણે ઈંગ્લેન્ડની ટીમે 60 રનોથી જીતી સીરીઝ 3-1 થી જીત્યા હતા, કોહલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડની ટીમના નિચલા સ્તરના ખેલાડીઓનું યોગદાન મહત્વપૂર્ણ હતું. તેમના દ્વારા આપવામાં આવેલો 245 રનનો ટાર્ગેટ ખરેખર ટીમ ઇન્ડિયા માટે મુશ્લેલ સાબિત થયો હતો.
ઓપનિંગ બેસ્ટમેનથી નાખુશ રહ્યો વિરાટ
વિરાટ કોહલીને જ્યારે ભારતીય ટીમની હારનું મુખ્ય કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, પ્રથમ એટલે ઓપનિંજ જોડીએ અમને નિરાશ કર્યા હતા. ટોપ ઓર્ડરની અસફળતાને કારણે મેચમાં હાર મળી હતી. કોહલીએ મેચ બાદ કહ્યું કે, મે વિચાર્યું કે ઈંગ્લેન્ડે જીત માટે ભારતીય ટીમને સારો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ જે પીતે પિચ હતી અને બોલ સ્વિંગ થઇ રહ્યો હતો. તે અમરા માટે પડકારરૂપ હતું. અમે વિચાર્યું હતું કે આ મેચ જીતવા માટે અમારી પાસે સારો મોકો હતો. પરંતુ અમે જે રીતે વિચારતા હતા તેવી શરૂઆત ન થઇ શકી.
ભારતીય ટીમે લંચ પહેલા 42 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ લંચ બાદ એક સમયે ભારતીય ટીમનો સ્કોર 123 રન પર ત્રણ વિકેટનો હતો. સારી સ્થિતી હોવા છતા પણ બાકીની સાત વિકેટ માત્ર 61 રનમાં જ પડી ગઈ હતી. મહેમાન ટીમ 69.4 ઓવરમાં 184 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
કેપ્ટને કહ્યું કે, તેમણે બોલિંગમાં સારૂ પ્રદર્શન કરી ભારતીય ટીમ પર દબાણ રાખ્યું હતું. જેનો શ્રેય તેમના બોલરોને જાય છે. જીતનો શ્રેય ઈંગ્લેન્ડની ટીમને જાય છે. તમે સારી ભાગીદારી કરીને જ મેચ જીતી શકો પરંતુ ભારતીય ટીમ હંમેશા દબાવમાં રહી હતી.
મેજબાન ઈંગ્લેન્ડની ટીમે આ મેચમાં જીત સાથે પાંચ મેચોની સિરીઝમાં 3-1થી જીત હાસલ કરી લીધી છે. સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સાત સપ્ટેમ્બરે લંડનમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે