IND vs SA: ચોથા દિવસે ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યું 395 રનનું વિશાળ લક્ષ્ય

ભારતે પોતાની પ્રથમ ઈનિંગ્સ સાત વિકેટના નુકસાન પર 502 રને ડિક્લેર કરી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 431 રને આઉટ થઈ ગઈ હતી. ભારતના રોહિત શર્મા માટે આ મેચ યાદગાર સાબિત થઈ રહી છે. તેણે બંને ઈનિંગ્સમાં સદી (176 અને 127 રન) ફટકારી છે. 
 
IND vs SA: ચોથા દિવસે ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યું 395 રનનું વિશાળ લક્ષ્ય

વિશાખાપટ્ટનમઃ યજમાન ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતે અહીં એસીએ-બીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચના ચોથા દિવસે પોતાની બીજી ઈનિંગ્સ ચાર વિકેટે 323 રને ડિક્લેર કરી હતી. પ્રથમ ઈનિંગ્સમાં 71 રનની લીડ મળી હોવાના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને 395 રનનું લક્ષ્ય આપ્યું છે. 

ભારતે પોતાની પ્રથમ ઈનિંગ્સ સાત વિકેટના નુકસાન પર 502 રને ડિક્લેર કરી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 431 રને આઉટ થઈ ગઈ હતી. ભારતના રોહિત શર્મા માટે આ મેચ યાદગાર સાબિત થઈ રહી છે. તેણે બંને ઈનિંગ્સમાં સદી (176 અને 127 રન) ફટકારી છે. 

ભારતે બીજી ઈનિંગ્સમાં ઝડપથી રન બનાવ્યા હતા. તેણે માત્ર 67 ઓવરમાં 4 વિકેટે 323 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. બીજી ઈનિંગ્સમાં ભારતનો રનરેટ 4.82 રહ્યો છે. તેનાથી અંદાજ લગાવી શકાય કે ભારતે કેટલી આક્રમક રીતે રન બનાવ્યા હશે. 

ભારત માટે બીજી ઈનિંગ્સમાં રોહિત શર્માએ 127 રનની ઈનિંગ્સ રમી હતી. તેમણે 149 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી પોતાની બીજી સદી ફટકારી હતી. આ ઉપરાંત ચેતેશ્વર પુજારાએ 148 બોલ પર 81 રન બનાવ્યા હતા. 

રવિન્દ્ર જાડેજાએ 32 બોલમાં 40 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી 25 બોલ પર 31 અને અજિંક્ય રહાણે 17 બોલમાં 27 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે કેશવ મહારાજે બે વિકેટ લીધી હતી. વેર્નોન ફિલેન્ડર અને કેગિસો રબાડાએ 1-1 વિકેટ ઝડપી હતી. 

જુઓ LIVE TV.... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news