IND vs SA: આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં નહીં રમે કોહલી? સામે આવ્યું મોટુ કારણ

IND vs SA T20 Series, Virat Kohli: મહત્વનું છે કે ભારતીય ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ આઈપીએલ 2022માં અત્યાર સુધી 9 મેચમાં 41, 12, 5, 48, 1, 12, 0, 0, 9 રનનો સ્કોર કર્યો છે. 

IND vs SA: આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં નહીં રમે કોહલી? સામે આવ્યું મોટુ કારણ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર વિરાટ કોહલીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હકીકતમાં વિરાટ કોહલી જૂનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 મેચોની ટી20 સિરીઝમાંથી બહાર રહી શકે છે. 

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ નહીં રમે કોહલી?
મહત્વનું છે કે આ વર્ષે જૂનમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાના ઘરમાં 5 મેચોની ટી20 સિરીઝ રમવાની છે. આ ટી20 સિરીઝ 9 જૂનથી 19 જૂન સુધી રમાવાની છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક વર્ષોથી સતત રમી રહ્યો છે, તેવામાં આફ્રિકા વિરુદ્ધ રમાનારી 5 મેચોની સિરીઝમાં તેને આરામ આપવામાં આવી શકે છે. 

વિરાટ કોહલીને મળી શકે છે આરામ
માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ સહિત કેટલાક અન્ય સ્ટાર ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના એક પસંદગીકારે જણાવ્યું કે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ અને આયર્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ હશે નહીં. તે માત્ર ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે. 

યુવા ટીમને તક આપવા ઈચ્છે છે પસંદગીકાર
પસંદગીકાર કહ્યુ, આ સિરીઝ માટે યુવાઓને તક આપવામાં આવી શકે છે, જેથી સીનિયર ખેલાડીઓને આરામ આપી શકાય. વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે, પરંતુ તે રમવા ઈચ્છે તો અમે વિચાર કરીશું. અમે યુવા ટીમને તક આપવા ઈચ્છીએ છીએ અને સીનિયર ખેલાડીઓને આરામ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news