World Cup માં માત્ર 1 ટીમને છોડી તમામ ટીમો બની મોટા અપસેટનો શિકાર, ભારતનું નામ પણ છે List માં સામેલ
ODI World Cup: હાલમાં ODI વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું છે. ICCની આ ટૂર્નામેન્ટમાં માત્ર 3 દિવસમાં બે મોટી ટીમોએ અપસેટનો સામનો કર્યો છે, જેમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ભારત પણ સામેલ છે.
Trending Photos
ICC ODI World Cup-2023 : ભારત હાલ આઈસીસી વનડે વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું છે. આ વૈશ્વિકક્રિકેટ ટૂર્નામેન્ટમાં માત્ર 3 દિવસમાં 2 મોટી ટીમોએ ઉલટફેરના શિકારનો સામનો કરવો પડ્યો છે, જેમાં ગત વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો પણ સમાવેશ થાય છે. આ પહેલા પણ આવી ટીમોને વર્લ્ડ કપમાં અપસેટનો સામનો કરવો પડ્યો હતો જે મોટા દાવેદારોમાં સામેલ હતી.
અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યું
અફઘાનિસ્તાને વનડે વર્લ્ડ કપની વર્તમાન સિઝનમાં પ્રથમ અપસેટ સર્જ્યો હતો. હશમતુલ્લાહ શાહિદીની કપ્તાનીવાળી આ ટીમે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને 284 રન બનાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 3 વિકેટ લેનાર મુજીબ ઉર રહેમાન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
નેંધરલેન્ડે ચોંકાવ્યા
ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં નેધરલેન્ડે બધાને ચોંકાવી દીધા હતા અને સારી રેન્ક ધરાવતી ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવી હતી. કોઈને આની અપેક્ષા ન હતી પરંતુ કેપ્ટન અને વિકેટકીપર સ્કોટ એડવર્ડ્સની આગેવાની હેઠળની ટીમે તે કર્યું. વરસાદ વિક્ષેપિત આ મેચ નેધરલેન્ડે 38 રને જીતી લીધી હતી. 69 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 78 રન બનાવનાર સ્કોટ એડવર્ડ્સ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. અગાઉ અલગ-અલગ સિઝનમાં ટોચની 8 ટીમો વર્લ્ડ કપમાં અપસેટનો શિકાર બની ચૂકી છે. આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે.
આ ટીમ બની છે ઉલટફેરનો શિકાર
વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ અપસેટનો સામનો કરનારી ટીમ ઈંગ્લેન્ડ છે. આ ટુર્નામેન્ટમાં ઈંગ્લિશ ટીમ 5 વખત નીચલા ક્રમાંકની ટીમ સામે હારી ગઈ છે. બાંગ્લાદેશે બે વખત ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન સામે એક-એક વખત હાર્યું છે. દક્ષિણ આફ્રિકાને ચાર વખત વર્લ્ડ કપમાં અપસેટનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશે તેમને બે વાર હરાવ્યા જ્યારે ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડે તેમને એક-એક વાર હરાવ્યા. વેસ્ટ ઈન્ડિઝની ટીમને વર્લ્ડ કપમાં ત્રણ અપસેટનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ કેન્યા, આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હારી ચૂકી છે.
ભારત અને પાકિસ્તાન પણ સામેલ
આ સિવાય ભારત અને પાકિસ્તાનની ટીમો પણ ODI વર્લ્ડ કપમાં 2-2 વખત અપસેટનો શિકાર બની છે. 1999ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેએ હાર આપી હતી. 2007માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં તેને બાંગ્લાદેશે હરાવ્યું હતું. જ્યારે, 1992ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાનને આયર્લેન્ડ અને બાંગ્લાદેશથી હાર મળી છે. ઓસ્ટ્રેલિયા પણ ઝિમ્બાબ્વેને હરાવીને એક વખત અપસેટનો શિકાર બન્યું હતું. ટોપ-8માં સામેલ ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી વર્લ્ડ કપમાં કોઈ અપસેટનો સામનો કર્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે