વર્લ્ડ કપ 2019: ઓસિને વિજય અપાવ્યા બાદ બોલ્યો વોર્નર- વાપસી કરીને સારૂ લાગી રહ્યું છે
બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધ બાદ ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય કરિયરમાં એકવાર ફરી શાનદાર વાપસી કરી છે.
Trending Photos
બ્રિસ્ટલઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધનો સામનો કર્યા બાદ ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકવાર ફરી દમદાર વાપસી કરી છે. અફગાનિસ્તાન વિરુદ્ધ વિશ્વકપ મેચમાં તેણે 114 બોલનો સામનો કરતા 8 ચોગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવી ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. આ મેચ બાદ વોર્નરે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત આવીને સારો અનુભવ કરી રહ્યો છું. વર્નરે 131 મિનિટ સુધી બેટિંગ કરી હતી. તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેની શાનદાર બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાનને સાત વિકેટથી હરાવીને વિશ્વ ટાઇટલ બચાવવાના પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો.
ટાઇટલનો બચાવ કરવા ઉતરી છે ઓસ્ટ્રેલિયન ટીમ
મેચ બાદ વોર્નરે કહ્યું, પરત આવીને સારૂ લાગ્યું. હું આ વાપસી માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હતો. મેં વાપસી માટે ઘણી મહેનત કરી હતી. તે પૂછવા પર કે શું ટોપ ક્રમમાં વાપસીને લઈને દબાવ પણ હતો? વોર્નરે કહ્યું, નહીં હું ખુબ તણાવ મુક્ત હતો કારણ કે મારી સાથે કેપ્ટન ફિન્ચ બેટિંગ માટે આવ્યો અને તે ઘણું સારૂ રમી રહ્યો હતો. આ કારણે મારા પર કોઈ દબાણ નહતું. હા, ટીમને જીત અપાવવાનો દબાવ ઓપનરો પર હંમેશા રહે છે. વોર્નરે તે પણ કહ્યું કે, આ વર્ષની ટીમ 2015ની ટીમ કરતા ઘણી અલગ છે. ઓસ્ટ્રેલિયાએ 2015માં ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને રેકોર્ડ પાંચમી વખત વિશ્વકપ જીત્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે