ICC FTP 2023-2031: આઠ વર્ષમાં 4 T20, બે 50 ઓવર વિશ્વકપ, 2025માં ફરી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીએ આજે બોર્ડ મીટિંગમાં પોતાનો ફ્યૂચર ટૂર પ્રોગ્રામ એટલે કે આઈસીસી એફટીપી 2023-2031ની જાહેરાત કરી છે. આ દરમિયાન કુલ આઠ આઈસીસીની ટૂર્નામેન્ટ રમાશે.
Trending Photos
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) એ વિશ્વ કપને લઈને કેટલાક મોટા નિર્ણય લીધા છે. આજે યોજાયેલી આઈસીસી બોર્ડની બેઠકમાં આગામી આઠ વર્ષની એફટીપી એટલે કે ફ્યૂચર ટૂર પ્રોગ્રામની ચર્ચા કરવામાં આવી છે. 2023થી 2031 સુધી આઠ વર્ષના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (એફટીપી) ને લઈને આઈસીસીએ પોતાનો પ્લાન શેર કર્યો છે. તે મુજબ વર્ષ 2027 અને 2031માં રમાનાર 50 ઓવર વિશ્વકપમાં 14 ટીમ ભાગ લેશે.
આ છે ફ્યૂચર ટૂર પ્રોગ્રામ
આઈસીસી આગામી આઠ વર્ષમાં ચાર ટી20 વિશ્વકપનું આયોજન કરશે. જે પ્રમામે 2024, 2026, 2028 અને 2030માં રમાનાર ટી20 વિશ્વકપમાં કુલ 20-20 ટીમ ભાગ લેશે. આ સિવાય 2025 થી આઈસીસી ફરી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ કરશે. આગામી આઠ વર્ષમાં 2025 અને 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે, જેમાં 8-8 ટીમ ભાગ લેશે. તો 2025, 2027, 2029 અને 2031માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાશે. મંગળવારે આઈસીસીએ બોર્ડ મિનિટમાં આ નિર્ણયની જાણકારી આપી છે.
આગામી 2027 અને 2031માં રમાનાર આઈસીસી 50 ઓવર વિશ્વકપમાં કુલ 14 ટીમ ભાગ લેશે, જેમાં 54 મેચ રમાશે. તો આગામી 2024, 2026, 2028 અને 2030માં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપમાં કુલ 55 મેચ રમાશે, જેમાં 20 ટીમ ભાગ લેશે.
મહત્વનું છે કે હાલના નિયમ પ્રમાણે 50 ઓવર વિશ્વકપમાં કુલ 10 અને ટી20 વિશ્વકપમાં કુલ 16 ટીમ રમી રહી છે.
આગામી 50 ઓવર વિશ્વ કપના ફોર્મેટ પ્રમાણે 14 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવશે. એક ગ્રુપમાં સાત-સાત ટીમ રહેશે અને તેમાંથી ટોપની ત્રણ ટીમ સુપર સિક્સમાં પ્રવેશ કરશે. તે પ્રમાણે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. આ નિયમ 2027ના વિશ્વકપથી અમલમાં આવશે.
આઈસીસીએ આ ફોર્મેટનો ઉપયોગ 2003માં રમાયેલા વિશ્વકપમાં કર્યો હતો. આજ ફોર્મેટ પ્રમાણે હવે ટી20 વિશ્વકપમાં ચાર ટીમોના પાંચ ગ્રુપ બનાવવામાં આવશે. દરેક ગ્રુપની ટોપની બે ટીમો સુપર એઇટમાં પ્રવેશ કરશે. ત્યારબાદ નોકઆઉટ સ્ટેજ એટલે કે સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.
આઈસીસી ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (2023-2031)
50 ઓવર વિશ્વકપઃ 2027 અને 2031
આઈસીસી ટી20 વિશ્વકપઃ 2024, 2026, 2028 અને 2030
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીઃ 2025 અને 2029
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલઃ 2025, 2027, 2029 અને 2031.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે