Hockey World Cup: ભારતીય ટીમની જાહેરાત, મનપ્રીત સિંહને સોંપાઇ ટીમની કમાન

હોકી ઈન્ડિયાએ ઓડિશામાં યોજાનારા હોકી વિશ્વ કપ માટે ગુરૂવારે 18 સભ્યોની પુરૂષ ટીમની જાહેરાત કરી દીધી છે. 28 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ સ્પર્ધામાં દિગ્ગજ મિડફીલ્ડર મનપ્રીત સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી ચિંગલસેના સિંહ સંભાળશે. 

Hockey World Cup: ભારતીય ટીમની જાહેરાત, મનપ્રીત સિંહને સોંપાઇ ટીમની કમાન

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ ઓડિશામાં યોજાનારા હોકી વિશ્વ કપ માટે ગુરૂવારે 18 સભ્યોની પુરૂષ ટીમની જાહેરાત કરી દીધી છે. 28 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ સ્પર્ધામાં દિગ્ગજ મિડફીલ્ડર મનપ્રીત સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી ચિંગલસેના સિંહ સંભાળશે. 

ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 28 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટનું સમાપન 16 ડિસેમ્બરે થશે. પ્રથમ મેચ વર્લ્ડ નંબર-3 બેલ્જિયમ અને વર્લ્ડ નંબર-11 કેનેડા વચ્ચે રમાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની શરૂઆત 28 નવેમ્બરે વર્લ્ડ નંબર-15 સાઉથ આફ્રિકા સામેની મેચથી કરશે. 

ભારતીય ટીમ
- ગોલ કીપર
પી શ્રીજેશ, કૃષ્ણ બહાદુર પાઠક
-- ડિફેન્ડર
હરમનપ્રીત સિંહ, બીપેન્દ્ર લાકડા, વરૂણ કુમાર, કોથાજીત સિંહ, સુરેન્દર કુમાર, અમિત રોહિદાસ
- મિડફીલ્ડર
મનપ્રીત સિંહ (કેપ્ટન), ચિંગલસેના સિંહ (વાઇસ કેપ્ટન), નિલકાંતા શર્મા, હાર્દિક સિંહ, સુમિત
- ફોરવર્ડ
અક્ષદીપ સિંહ, મંદીપ સિંહ, દિલપ્રીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, સિમરનજીત સિંહ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news