CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત, કોમનવેલ્થ ગેમ્સમાં પાક્કો કર્યો પહેલો મેડલ
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઈના કરી હતી. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 29 જુલાઈ 2022 ના ઓસ્ટ્રેલિયા સામે હતી.
Trending Photos
Commonwealth Games 2022: યુનાઈટેડ કિંગડમના બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કાંટાની ટક્કરમાં ઇંગ્લેન્ડને હરાવી કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પહેલો મેડલ પાક્કો કર્યો છે.
રોમાંચક મુકાબલામાં મારી બાજી
સેમીફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયા તરફથી સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રનની ઇનિંગ રમી અને જેમાઈમા રોડ્રિગેજને 31 બોલમાં 44 રન બનાવ્યા.
#TeamIndia through to the FINALS of #CWG2022 🎉🥳 pic.twitter.com/Bswbcq4L2h
— BCCI Women (@BCCIWomen) August 6, 2022
CWG 2022 માં ટીમ ઇન્ડિયા
કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઈના કરી હતી. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 29 જુલાઈ 2022 ના ઓસ્ટ્રેલિયા સામે હતી. જેમાં ટીમને 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ભારતે ત્રીજી મેચ બારબાડોસની સામે જીતી અને હવે સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું.
India seal a nervy four-run win over England! #ENGvIND | #B2022 | 📝 https://t.co/hKqgbrJSoN pic.twitter.com/qnx7oPPSYu
— ICC (@ICC) August 6, 2022
બન્ને ટીમોની પ્લેઇંગ 11
ઇન્ડિયાની પ્લેઇંગ 11: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમાઈમા રોડ્રિગેજ, હરમનપ્રીત કોર (કેપ્ટન), તાનિયા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, સ્નેહ રાણા, મેઘના સિંહ, રેણુકા સિંહ.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: ડેનિયલ વ્યોટ, સોફિયા ડંકલે, એલિસે કેપ્સે, નતાલી સ્કિવર (કેપ્ટન), એમી જોન્સ (વિકેટકીપર), માઈયા બાઉચિયર, કૈથરીન બ્રંટ, સોફી એક્લેસ્ટન, ફ્રેયા કેમ્પ, ઇઝી વોંગ, સારા ગ્લેન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે